ગરવી તાકાત પાટણ : સિદ્ધપુરનાં ડેરીયાપરા વિસ્તારમાં રહેતો 25 વર્ષીય યુવક અમદાવાદથી આવ્યા બાદ કોઇ અગમ્ય કારણોસર ફાંસો ખાઇ આપઘાત કર્યો સિદ્ધપુર વિસ્તારનાં ડેરીયાપરામાં રહેતાં જીગર રમેશભાઈ પટણી અમદાવાદ તેનાં સાસરિયાઓને મળવા માટે ગયો અમદાવાદથી મેમુ ટ્રેનમાં સિદ્ધપુર પરત આવ્યો. તેના ઘરની સામેના છાપરામાં આરામ કરવા માટે ગયો તે વખતે યુવકે તેણે છાપરાના પાઇપ સાથે સાડી બાંધી ફાંસો ખાઇ આપઘાત કર્યો.
તેની માતા તેને જમવાનું પૂછવા માટે જતાં યુવકે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો ઘટનાની જાણ થતાં પરિવારજનોને ભારે આઘાત લાગ્યો બાદમાં યુવકનાં પિતા રમેશભાઈ શંકરભાઈ પટણીએ પોલીસને જાણ કરી. પોલીસ ઘટના સ્થળે દોડી યુવકનું સિદ્ધપુર સિવિલમાં પીએમ કરાવ્યું આ અંગે પોલીસે અકસ્માત મોત નોંધ કરી તપાસ શરૂ કરી.
આ યુવક પરિણીત અને તેને સંતાનમાં બે બાળકીઓ ઘટના બની તે વખતે તેના માતા-પિતા પત્ની બાળકો સહિતના પરિવારજનો તેના ઘરે જ હતા. જોકે, યુવકે કેમ ફાંસો ખાધો તેનું રહસ્ય અકબંધ પીએસઆઇ પી.એન પટેલે જણાવ્યું કે યુવક અમદાવાદથી આવ્યા બાદ તેણે ફાંસો ખાઇ લીધો જોકે આ પગલુંનું કેમ ભર્યું તેનું કારણ હજુ જાણવા મળ્યું નથી.