કડીમાં બાઈક લઈને જતા યુવાન ને ગાયે શિંગડું મારી રોડ ઉપર પછાડયો,આ ઘટના સીસીટીવીમાં કેદ

August 27, 2022

— ગાયોના ત્રાસથી લોકો ત્રાહિમામ :

— શહેરમાં ગાયોના હુમલામાં વધારો :

ગરવી તાકાત મહેસાણા : કડી શહેરમાં જ્યાં ત્યાં રોડ રસ્તા ઉપર ગાયો અડીંગો જમાવીને બેસી રહે છે અને  રસ્તા પર આવતા જતા વાહન ચાલકોને થિંગડા મારીને  રોડ પર પછાડી ને ઇજાઓ પહોંચાડે છે  જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે

— યુવાનને ગાયે શિંગડુ મારીને રોડ ઉપર ઘટાડે :

કડી શહેરમાં જ્યાં ત્યાં રખડતી ગાયોથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યાં સર્વ વિદ્યાલય સ્કુલની પાછળ આવેલ  જય વિનાયક હાઇટેસ પાસે એક યુવાન બાઈક લઈને જતો હતો  જેને પાછળથી ગાય દોડી આવીને  ગાયે શિંગડું  મારીને યુવકને રોડ ઉપર પછાડ્યો હતો અને શિંગડે તેમજ પગ વડે  યુવાનને માર મારીને છૂંદી નાખ્યો હતો  જ્યાં ઘાયલ યુવાન પર હુમલો કરતા આજુબાજુના લોકો ધોકા તેમજ લાકડીઓ લઇને દોડી આવ્યા હતા અને યુવાનને ગાયના હુમલાથી મચાવી નાખ્યો હતો
અને યુવાન ઈજાગ્રસ્ત બનતા કડીની ભાગ્યોદય હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યો હતો જ્યાં ગાયના હુમલાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી  અને વિસ્તારના લોકો હાલ ગાયોના ભયના ભયના ઓઠા નીચે જીવી રહ્યાં છે અને કહી રહ્યા છે કે ગાયોને જલ્દીમાં જલ્દી નિરાકરણ તંત્ર દ્વારા લાવવામાં આવે.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0