ગરવી તાકાત મહેસાણા : પોતાની માસીના ઘરે જવા માટે નીકળેલી વિજાપુર પંથકની બે સગીર બહેનોને ફોસલાવીને પોતાની સાથે લઈ ગયેલી મહિલાએ બે યુવકોને વેચી મારી હતી અને આ બંને યુવકોએ તેમની ઉપર આચરેલા દુષ્કર્મને પગલે 9 વર્ષ પૂર્વે વિજાપુર પોલીસ મથકે ગુનો દાખલ થયો પોક્સોના કેસમાં ઘણા સમયથી વોન્ટેડ અને પાછળથી ઝડપાયેલી મહિલા આરોપીને મહેસાણાની પોક્સો કોર્ટે કેસ ચલાવીને અલગથી 10 વર્ષની સજા ફટકારી.

વિજાપુર પંથકની બે સગીર બહેનો 2 જૂન 2016ના રોજ પોતાની માસીના ઘરે વિસનગરના કુવાસાણા ગામે જવા નીકળી ચક્કર વિસ્તારમાં બેઠેલી બંને બહેનોને પ્રજાપતિ કૌશિક સેંધાભાઈ, ચૌહાણ જીતેન્દ્રસિંહ શકરાજી અને ચૌહાણ સવિતાબેન જીતેન્દ્રસિંહ (બંને રહે.ગવાડા) પોતે પણ કુવાસણા જતા હોવાનું કહી તેમની સાથે લઈ ગયા.

અને એકને રૂ.50 હજારમાં અને બીજી બહેનને રૂ.80 હજારમાં વેચી મારી બંને સગીર બહેનોને ખરીદનાર યુવકો પોતાના ગામડે લઈ જઇ તેમની સાથે મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું આ મામલે વિજાપુર પોલીસમાં નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે સવિતાબેન ચૌહાણ સિવાયના તમામ આરોપીઓને ઝડપી પાડ્યા કેટલાક વર્ષો પૂર્વે કૌશિક પ્રજાપતિ અને જીતેન્દ્રસિંહ ચૌહાણ સહિતના આરોપીઓને કોર્ટે સજા ફટકારી.


