સાબરકાંઠાના વિજયનગરની એક મહિલાએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

શેર કરવા અહીં ક્લિક કરો.

— વિજયનગરમાં એક મહિલાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.જોકે પરિવારજનોએ તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી જ્યાં ડોક્ટરોએ મહિલાને મૃત જાહેર કરી હતી

સાબરકાંઠા : વિજયનગરમાં એક મહિલાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જો કે, પરિવારજનોએ તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી જ્યાં ડોક્ટરોએ મહિલાને મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને કયા કારણોસર આપઘાત કર્યો તે અંગે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સાબરકાંઠાના વિજયનગર પંચવટી ગામે એક મહિલાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જો કે, મહિલાએ કયા કારણોસર આત્મહત્યા કરી તે સ્પષ્ટ થઈ શક્યું નથી પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે મહિલાએ અગમ્ય કારણોસર ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. પરિવારજનોએ મહિલાને તાત્કાલિક સારવાર અર્થે ચોરીવાડ PHC સેન્ટર ખસેડી હતી પરંતુ ચોરીવાડ PHC માં તબીબો દ્વારા મહિલાને મૃત જાહેર કરવામાં આવી હતી.

જો કે, વિજયનગર પોલીસ અને મામલતદારને આ ઘટના અંગે જાણ કરાઈ હતી. ત્યારબાદ પોલીસ અને ઇડરના મામલતદાર ટીમ સાથે પી.એચ.સી સેન્ટર દોડી આવ્યા હતા. ઘટનાને પગલે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી. મૃતક મહિલાનું પેનલ ડોક્ટરો દ્વારા પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું. ત્યારે પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મહિલા મધ્યપ્રદેશની રહેવાસી હતી અને દોઢ વર્ષ અગાઉ પંચવટી ગામે પટેલ સમાજમાં તેના લગ્ન થયા હતા.

તસવિર અને આહેવાલ : ભરતભાઇ  ભાટ–હિંમતનગર

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.