ગરવી તાકાત થરાદ : થરાદ તાલુકાના મલુપુર ગામના યુવાનો તેમજ વડીલો દ્વારા સમગ્ર વિસ્તારમાં આવેલ લમ્પી વાયરસ સામે ગાય માતા ને રક્ષણ મળે તેના માટે મલુપુર ગામના યુવાનો અને વડીલો દ્વારા હનુમાન મહારાજ ને હવન કરવામાં આવ્યો તેમજ શનિવાર ના દિવસે મલુપૂર થી ગેળા સુધી ૫૧ ફૂટ ની ધજા સાથે ૧૫૧ લોકો દ્વારા પદયાત્રા કરવામાં આવી.
હનુમાન દાદા ને ધજા ચડાવી ગાયો માં આવેલ લમ્પી વાયરસ દૂર થાય અને ગાય માતા તંદુરસ્ત રહે એવી પ્રાર્થના કરવામાં આવી આ પદયાત્રા માં ગામના અનેક અધિકારી કર્મચારીઓ પણ જોડાયા હતા નગરપાલીકા ના ટેક્સ ઇન્સ્પેકટર હીરજી પટેલ ગામની સ્કૂલ ના આચાર્ય શિવરામ રબારી. તલાટી રતનશી પટેલ. દિનેશ ચૌધરી તેમજ પ્રાંત ઓફીસ ના પ્રકાશ પટેલ અને માર્કેટ ના અગ્રણી વેપારી પરબતભાઈ પટેલ.ધરમશીભાઈ પટેલ.વાંકજી પટેલ તેમજ ગામના અગ્રણી હરસેંગ પટેલ. જીવરાજ પટેલ ગોવાભાઈ , પબાભાઈ તેમજ અર્જુન ભાઈ દ્વારા પદયાત્રાળુઓ ની સેવા કરવામાં આવી હતી.
તસવિર અને અહેવાલ : નયન ચૌધરી – થરાદ