પાટણ જિલ્લાના બ્રાહ્મણવાડા ગામમાં હોળીના પર્વે 700 થી 800 વર્ષ જૂની અનોખી પરંપરા આજે પણ અકબંધ…

March 2, 2026

ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના બ્રાહ્મણવાડા ગામમાં હોળીના પર્વે 700 થી 800 વર્ષ જૂની અનોખી પરંપરા આજે પણ અકબંધ આ ગામમાં પ્રથમ પુત્રની માતાઓ પોતાના સંતાનના આજીવન નિરોગી સ્વાસ્થ્ય માટે કાળઝાળ ગરમીમાં ખુલ્લા પગે ‘ઝેમ દોડ’ લગાવે આ વર્ષે 15 જેટલી માતાઓએ આ પરંપરા નિભાવી જેમાં એક પાલક માતાની મમતાએ સૌના દિલ જીતી લીધા.

આ વર્ષની દોડમાં એક અત્યંત સંવેદનશીલ કિસ્સો જોવા મળ્યો ‘ઝેમવાળા’ પ્રથમ પુત્ર બાળકની માતા વર્ષાબેન ચિરાગભાઈનું એક માસ અગાઉ કુદરતી અવસાન થયું માતાની છત્રછાયા ગુમાવનાર બાળકના સ્વાસ્થ્યની માનતા પૂરી કરવા અને ગામની પરંપરા જાળવવા માટે બાળકના મોટા બા પાલક માતાએ મેદાનમાં ઉતરીને દોડ લગાવી તેમની આ શ્રદ્ધા જોઈ ગ્રામજનો પણ ભાવવિભોર થયા.

બપોરના સમયે યોજાતી આ દોડ ગામના ગોગા મહારાજ મંદિરથી શરૂ થઈને કુળદેવી વેરાઈ માતાના મંદિર સુધી આશરે 1.5 કિલોમીટરના અંતર સુધી ચાલે દોડ શરૂ કરતા પહેલા પૂજારી દ્વારા મહિલાઓને શ્રીફળ, સાંકર અને ત્રિશૂળ અર્પણ કરી આશીર્વાદ આપવામાં આવે એવી શ્રદ્ધા છે કે જે માતા આ દોડમાં પ્રથમ આવે,

તેનો પુત્ર આજીવન તંદુરસ્ત રહે આ વર્ષે ચૌધરી ડિમ્પલ આ દોડમાં પ્રથમ ક્રમે રહ્યા આ પરંપરા માટે ફાગણ સુદ બીજના દિવસે મુહૂર્ત જોવામાં આવે ઉત્સવ નિમિત્તે 45 કિલો શુદ્ધ ઘીની સુખડી બનાવી ગામના આશરે 400 ઘરોમાં વહેંચવામાં આવે દોડ પૂર્ણ થયા બાદ સાંજે હોળી પ્રગટાવવામાં આવે જ્યાં બાળકના કાકા બાળકને તેડીને હોળીની પ્રદક્ષિણા કરે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0