માવલ ચેકપોસ્ટ પરથી વિદેશી દારૃની 503 બોટલ સાથે ટ્રક ઝડપાઈ

શેર કરવા અહીં ક્લિક કરો.

– ઘઉં અને રાયડાના ભૂંસાની આડમાં :

– રાજસ્થાનથી ગુજરાતમાં દારૃની હેરાફેરી કરતા શખ્સ પાસેથી ૨૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો :

ગરવી તાકાત પાલનપુર : અમીરગઢમાં આવેલ સરહદી વિસ્તાર ધરાવતી પોલીસ ચેકપોસ્ટ પાસે આવેલ રાજસ્થાનના માવલ ચેકપોસ્ટ પરથી વિદેશી દારૃ ભરીને ગુજરાતમાં પ્રવેશવા જતી ટ્રક ને પકડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

ગત શનિવારની રાત્રીના રાજસ્થાન તરફથી આવતી અને ગુજરાતમાં પ્રવેશવા જતી આયશર ટ્રક પર શક જતા ફરજપરના પોલીસ કર્મચારીઓ દ્વારા રોકાવેલ હતી. અને તેમાં તપાસ કરતા ઘઉં અને રાયડાના ભૂસા ની આડમાં અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૃ ભરેલ હતો.

આથી કાયદેસરની કાર્યવાહી કરતા ટ્રક માં ભરેલ વિદેશી દારૃની ૫૦૩ પેટીઓ સહિત કુલ મુદ્દામાલ પચીસ લાખનો પોલીસ દ્વારા જપ્ત કરી વિદેશી દારૃ ગુજરાતમાં લઈ જનાર ટ્રકના ચાલક પવનકુમાર વિજયકુમાર જાટ રહે.લારોકતા તા. કિલોદરાલ જિલ્લા રાજૌરી જમ્મુ-કાશ્મીરવાળની અટકાયત કરી આબકારી અધિનિયમ એકટ મુજબ ગુની નોધી વિદેશી દારૃ ક્યાંથી અને ગુજરાતમાં કયાં લઈ જવામાં આવી રહ્યો હતો તેની તપાસના ચક્રો ગતિમાન કરેલ છે.

તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.