ગરવી તાકાત મહેસાણા : શાકભાજીની ખરીદી કરીને બાઈક પર પોતાની પત્ની સાથે ઘરે જઈ રહેલા મહેસાણાના યુવકના બાઇકને સાંઈબાબા મંદિર નજીક બુલેટ ચાલકે ટક્કર મારતાં ગંભીર ઇજાગ્રસ્ત પત્નીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું પોલીસે અજાણ્યા ટુ-વ્હીલર ચાલક સામે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. મહેસાણાના સાંઈબાબા મંદિર પાછળ આવેલી કેશવ આંગન સોસાયટીમાં રહેતા સર્વજીત સુનશેર ઇન્દ્ર દેવ યાદવ ફતેપુરા પાટિયા પાસે આવેલ ન્યુ રાહી એન્જિનિયરિંગ કારખાનામાં મજૂરી કામ કરે.
15 ઓક્ટોબરના રોજ રાત્રે સર્વજિત પોતાના શેઠનું મોટરસાયકલ લઈને પત્ની સવિતાબેન સાથે બજારમાં શાકભાજી લેવા માટે ગયા ઘરે પરત આવી રહ્યા ત્યારે સાંઈબાબા મંદિર નજીક નારાયણ પ્લાઝાની સામે તેઓ બાઈક લઈને રોડ ક્રોસ કરી રહ્યા તે સમયે એક બુલેટ ચાલકે તેમના બાઇકની પાછળના ભાગે ટક્કર મારતા બંને જણા રોડ પર પડી ગયા.
બુલેટ ચાલક પણ રોડ પર પડી ગયો રસ્તા ઉપર માણસો ભેગા થઈ જતા 108 એમ્બ્યુલન્સની મદદથી તેમની પત્નીને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા જ્યાં 16 ઓક્ટોબરના રોજ સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું. બાઈકને ટક્કર મારી અકસ્માત કરીને પોતાના પત્નીનું મોત નીપજાવનાર અજાણ્યા બાઇક ચાલક સામે તેમણે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી.