કડી માર્કેટ યાર્ડમાંથી મામલતદાર અને નાયબ મામલતદારની ટીમે સરકારી અનાજનો મોટો જથ્થો ઝડપી પાડ્યા…

November 15, 2025

ગરવી તાકાત મહેસાણા : કડી માર્કેટ યાર્ડમાં સરકારી રાહત દરના અનાજના ગેરકાયદેસર વેચાણનો મોટો પર્દાફાશ થયો કડી મામલતદાર માધવી બળદેવભાઈ પટેલે માર્કેટ યાર્ડની દુકાન નંબર 15 અને 17ના માલિક અને સંચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી આ કાર્યવાહીમાં કુલ ₹23,00,034ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો મામલતદાર માધવી પટેલ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, કડી માર્કેટ યાર્ડમાં સરકારી અનાજનો જથ્થો હોવાની બાતમી મળી આ બાતમીના આધારે મામલતદાર અને નાયબ મામલતદારની ટીમે સ્થળ તપાસ હાથ ધરી.

તપાસ દરમિયાન, જય યોગેશ્વર ટ્રેડિંગ કંપની નામની પેઢીના સંચાલક અને માલિક જેઠુભા દીપસિંહ (રહે. કુકવાવ, તા. દેત્રોજ) પાસે સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો આરોપી પર રાજ્ય સરકાર સાથે ઠગાઈ અને છેતરપિંડી આચરવાનો આરોપ તપાસમાં સામે આવ્યું કે, ચોખા જુદા જુદા ફેરીયાઓ પાસેથી ખરીદવામાં આવ્યા હોવા છતાં તેના કોઈ આધારભૂત પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા ન આ ગેરરીતિમાં અનેક પેઢીના માલિકો સંડોવાયેલા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ મે મહિનામાં દરોડા બાદ સરકારી અનાજનો જથ્થો જપ્ત કરી તેના સેમ્પલ ગુજરાત નાગરિક અન્ન પુરવઠા નિગમ, ગાંધીનગર ખાતે પૃથક્કરણ માટે મોકલવામાં આવ્યા.

ત્યાર બાદ, મહેસાણા કલેક્ટરે મામલતદારને ફરિયાદ કરવા આદેશ આપતા, કડી મામલતદાર માધવી પટેલે જય યોગેશ્વર ટ્રેડિંગ કંપનીના માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો જેના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી તપાસ દરમિયાન એક ચોંકાવનારી વિગત પણ સામે આવી અગાઉ 29 જુલાઈ 2024ના રોજ 50,000 કિલો ચોખાનો જથ્થો અને 22 માર્ચ 2025ના રોજ 4242 કિલોગ્રામ ચોખાનો જથ્થો જય યોગેશ્વર ટ્રેડિંગ કંપનીના સંચાલકને જાળવણી માટે સુપ્રત કરવામાં આવ્યો જોકે, વર્તમાન તપાસ દરમિયાન આ અગાઉથી સીઝ કરાયેલો જથ્થો સ્થળ પર હાજર જોવા મળ્યો ન હતો, જે વધુ ગેરરીતિ સૂચવે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0