ગરવી તાકાત મહેસાણા : તારીખ ૨ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિનની પૂર્વ ઉજવણીના ભાગરૂપે ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય વક્તા તારીખે કોર્પોરેટ મેનેજમેન્ટ ટ્રેનર શ્રી સુરેશભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રેનિંગ પ્રોગ્રામનો વિષય ENJOY (Engage, Nurture, Join, Orient, Yield) રાખવામાં આવ્યો હતો. જે અંતર્ગત વિષયને અનુલક્ષીને ટીચિંગ મૉડ્યૂલ્સ, વૅલ્યુ બેસ્ડ લર્નિંગ કોન્સેપટ, ટીચર પેરસેપ્શન એન્ડ કન્સેપ્સનને આવરી લેવામાં આવ્યા હતા.
વર્કશોપમાં ટીચર્સ અને સ્ટુડેંટ્સ વચ્ચેનો આત્મીય સબંધ, આદર્શ પ્રાધ્યાપક તારીખેના મૂલ્યો, લીડરશીપ, લીસર્નિંગ એન્ડ લર્નિંગ ઇનપુટ્સ, વિધાર્થીના સંપૂર્ણ ઘડતર સંબંધી વિષયો પર ચર્ચા કરવામાં આવેલ હતી અને શ્રી સુરેશભાઈ પટેલ સાહેબે ખુબજ રસાળ અને રમૂજ શૈલીમાં વિષયને પ્રસ્તુત કર્યો હતો. યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો. ડી. જે. શાહ સાહબે વિષયની સંપૂર્ણતા અને વર્તમાન સમયની સંગતતા પર પોતાના અભિપ્રાય રજુ કાર્ય હતા અને વિધાર્થી મિત્રોને પોતાના કાર્યક્ષેત્રમાં સંપૂર્ણ સમર્પિત થઇ આત્મવિશ્વાસ સાથે આગળ વધવા માર્ગદર્શન પૂરું પડ્યું હતું.
વર્કશોપના સફળ આયોજન બદલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશ પટેલ સાહેબે સમગ્ર યુનિવર્સિટી પરિવારને શુભેછા પાઠવી હતી અને જીવન વિદ્યા ફોઉંડેશનના પ્રતિનિધિ શ્રી સુરેશભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો તથા ભવિષ્યમાં યુનિવર્સિટી ખાતે ટીચર્સ ટ્રેનિંગને લગતા અને રાષ્ટ્રીય શિક્ષા નીતિને સંલગ્ન વિષયો પર ફેક્લટી ડેવલપમેન્ટ સેમિનારનું આયોજન કરવા બાંહેધરી આપી હતી.