ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કડીની ઓચિંતી મુલાકત લીધી હતી. જેમાં મહેસાણા જીલ્લા ખાતે સર્કિટ હાઉસ ખાતે મહેસાણા જિલ્લાના ભાજપના કાર્યકરો સાથે વર્તમાનમાં ચાલી રહેલ કોરોનાની મહામારી અંતર્ગત સમીક્ષા બેઠક મળી હતી, ત્યાર બાદ ત્યાંથી પોતાના માદરે વતન કડીની ઓચિંતી મુલાકતે પહોંચી આવ્યા હતા. જ્યાં તેમને અલગ અલગ મંદીરોમાં દર્શન કર્યા હતા. જેમાં તેઓ કડીના મણિપુર વિસ્તારમાં આવેલ સીધેશ્વરી માતાજીના દર્શન,ત્યાર બાદ યવતેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા.
સમગ્ર રાજ્યમાં હાલ કોરોનાની બીજી લહેર ચાલી રહી છે ત્યારે કોરોનાના સંક્રમણને અટકાવવા માટે અને રાજ્ય માટે સતત કોઈપણ મદદ માટે ખુબજ મોટા પ્રમાણમાં તમામ જીલ્લાઓને સાથ અને સહકાર આપવમાં આવી રહ્યો છે ત્યારે રાજ્ય ના નાયબ મુખ્યમંત્રી પોતે કોરોના પોઝિટિવ હોવા છતાં અને હોસ્પિટલમાં દાખલ હોવા છતાં રાજ્યની ચિતા કરતા જોવા મળી રહ્યા હતા અને કોરોનાના સંક્રમણ ને રોકવા માટે તમામ પ્રકારનાના પ્રયત્ન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા હતા.અને ત્યાર બાદ કોરોના જેવી મહામારી ને હરાવી ને પોતે સ્વસ્થ થઇ ને ફરીથી પાછા પોતાના રાજ્ય માટે કામગીરી માં જોડાઈ ગયા છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને કડીના પનોતા પુત્ર પોતાના માદરે વતન કડીની હંમેશા ચિંતા કરતા રહે છે. આવા કોરોના કાળ સમયમાં પણ પોતાના કડી માટે હંમેશા સતત ચિતા કરતા રહયા છે અને કડી શહેર ને કોરોના મુક્ત બનાવવા માટે સતત કડી ના તમામ કર્મચારીઓ ને જરૂરી માર્ગદર્શન આપતા રહ્યા છે. પોતાનાથી થતી તમામ મદદ માટે હંમેશા કડી માટે તૈયાર રહ્યા છે.