ગરવી તાકાત મેહસાણા: જિલ્લા પોલીસ વડાએ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ શહેરના કસ્બા વિસ્તારમાં મુલાકાત લીધી
મહેસાણા જિલ્લા પોલીસ વડા ડો.પાર્થરાજસિંહ ગોહિલ ગુરુવાર ના રોજ એકાએક કડી પોલીસ સ્ટેશનની મુલાકાત લેવા પહોંચી જતા પોલીસ સ્ટેશનનો સ્ટાફ સમગ્ર દિવસ દરમ્યાન એટેન્શન મોડ માં જોવા મળ્યો હતો
જિલ્લા પોલીસ વડાએ ગુરુવાર ના રોજ શહેરના કસ્બા વિસ્તારમાં, ઘુમ્મટીયા,કાલી બસ્તી સહિતના વિસ્તાર ની મુલાકાત લેતા લોકોમાં અચરજ જોવા મળ્યું હતું.જિલ્લા પોલીસ વડાએ ત્રણ વાગ્યા સુધી કડી પોલીસ સ્ટેશનમાં રોકાયા હતા.કડી પોલીસ સ્ટેશનની મુલાકાત વિશે જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે આ એક સરકારી મુલાકાત છે જે જુદા જુદા સમય દરમ્યાન જુદા જુદા પોલીસ સ્ટેશનની લેવામાં આવતી હોય છે
તસવિર અને આહેવાલ :જૈમિન સથવારા – કડી


