ધોરણ-૧૨ના વિદ્યાર્થીએ માતાની નજર સામે જ બિલ્ડીંગ પરથી કૂદીને આત્મહત્યા કરી

February 11, 2022

ગરવી તાકાત સુરત: ધોરણ ૧૨ની પરીક્ષાની તારીખ આવી રહી છે. પરીક્ષાનો ડર વિદ્યાર્થીઓને એટલો સતાવે છે કે, વિદ્યાર્થીઓમા તણાવ તેમના પર એટલો બધો હાવિ થઈ જાય છે કે ન ભરવાનુ પગલુ ભરી બેસે છે. સુરત અને વડોદરામાં ધો ૧૨ ના વિદ્યાર્થીના આપઘાતના બનાવ સામે આવ્યા છે. સુરતમાં એક વિદ્યાર્થીએ માતાની નજર સામે જ કોમ્પલેક્સની છત પરથી છલાંગ લગાવી આપઘાત કર્યો હતો. છત પર ચડેલા દીકરાને માતા સાદ પાડીને બોલાવે તે પહેલા જ દીકરો નીચે કુદી ગયો હતો. આપઘાત પાછળ પરીક્ષાના માનસિક તણાવ જવાબદાર હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. અડાજણ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

સુરતના અડાજણ વિસ્તારમાં રાજહંસ વ્યૂ કોમ્પ્લેક્સ આવેલો છે. આ કોમ્પ્લેક્સમાં શોર્યમન મનીષ અગ્રવાલ નામનો વિદ્યાર્થી ધોરણ ૧૨ ની તૈયારીઓ કરી રહ્યો હતો. પરીક્ષા નજીક હોવાથી લાંબા સમયથી તે તણાવમાં હતો. ત્યારે ગુરુવારના રોજ સવારે ૧૦ વાગ્યાની આસપાસ તે લિફ્ટમાં બેસીને બિલ્ડીંગના અગાશી પર ગયો હતો. તેને ઉપર જતા જાેઈને તેની માતાએ પણ તેની પાછળ દોટ લગાવી હતી. ઉપર આવ્યા બાદ માતાએ જાેયુ કે, દીકરો બિલ્ડીંગ પરથી નીચે કૂદવાની તૈયારી કરી રહ્યો હતો. માતાએ તેને બૂમ પાડીને આવુ ન કરવાનુ કહ્યુ હતું. પરંતુ માતા નજીક આવે તે પહેલા જ શોર્યમન ઉપરથી નીચે કૂદી ગયો હતો. આ જાેઈને માતા હેબતાઈ ગયા હતા. દીકરો થોડે નજીક હોવા છતા તેઓ તેને બચાવી શક્યા ન હતા. આ જાેઈને સ્થાનિકો દોડી આવ્યા હતા, અને શોર્યમનને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો. પરંતુ તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0