— કડી RTE સેવા સમિતિ દ્વારા માં કાર્ડ વાત્સલ્ય કાર્ડ, નવા PMJAY કાર્ડ કઢાવવા માટે ખાસ મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું
ગરવી તાકાત મહેસાણા : કડી RTE સેવા સમિતિના સભ્યો દ્ધારા ઉપસ્થિત આરોગ્ય અધિકારી, આયુષ મેડિકલ ઓફિસર ડો. કિરીટ રૂપાલા તેમજ સહ ઉપસ્થિત આરોગ્ય કર્મચારીઓનું પુષ્પ ગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું આવેલ મહેમાનો દ્ધારા યોજનાનું મહત્તમ લાભાર્થીઓને કાર્ડ ધારકોને મળતા લાભોની વિગતવાર તલસ્પર્શી જાણકારી આપવામાં આવી તેમજ અન્યોને માટે પ્રેરણારૂપ બનવા પણ
વિનતી કરવામાં આવી છે
વિનતી કરવામાં આવી છેકાર્યક્રમની શરૂઆતમાં શ્રી રૂપાલા સાહેબના હસ્તે રિબન કાપીને કરવામાં આવ્યું હતું.તાલુકા આરોગ્ય અધિકારી સુહાગ શ્રીમાળી તાલુકા વિકાસ અધિકારી ,શ્રી કેતન પ્રજાપતિ સાહેબ, તેમજ અન્ય અધિકારીશ્રીનું પણ પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. પધારેલ અધિકારીશ્રી દ્વારા લાભાર્થી સાથે સીધો સંવાદ કરી તેઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથોસાથ કાર્યકમ સંલગન કર્મચારીને જરૂરી સૂચનો- માર્ગદર્શન આપી કોઈ પણ લાભાર્થીને તકલીફો ન પડે તે બાબતે પર્યાપ્ત તકેદારી રાખવા જણાવવામાં આવ્યું હતું.
વ્યસ્ત શિડ્યૂલના કારણે કાર્યકમ પધારી ન શકેલ ઉચ્ચ અધિકારીશ્રી દ્વારા પણ ફોન પર શ્રી ઘાંચી તોફીક કડુજીવાલાને કાર્યકમની શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ.કાર્યકમને સફળ બનાવવામાં ખૂબ મહેનત કરેલ. કડી RTE સેવા સમિતિના શ્રી અક્રમ સૈયદ, શ્રી મોહીદ ઘાંચી, શ્રી ફિરોજ કુરેશી,શ્રી કાલીમ ઘાંચી એ તન-મન થી જહેમત ઉઠાવેલ. કડી નગર અને તાલુકાની લાભાર્થી જનતાને ખૂબજ કાળજીપૂર્વક આયોજન કરી સુવિધા પુરી પાડવામાં આવી હતી.કાર્યકમ મા વૃદ્ધો , દિવ્યાંગો, નિરાધારો, વિધવા મહિલાઓ માટે અલગ ટેબલ ફાળવી વિશેષ વ્યવસ્થા આપવામાં આવી હતી.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી


