— સેવાસેતુ કાર્યક્રમમાં 1458 જેટલા લાભાર્થીઓએ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લીધો :
ગરવી તાકાત મહેસાણા : કડીના ચંપાબેન રતિલાલ ટાઉનહોલ ખાતે શનિવાર ના રોજ સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. સેવાસેતુ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ સરકાર ની વિવિધ યોજનાઓનો ઘરબેઠે લાભ લીધો હતો.
કડી મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત દ્વારા તાલુકાના કડી શહેરમાં શનિવાર ના રોજ સેવાસેતુ કાર્યક્રમ કડી મામલતદાર, પાલિકા ના ચીફ ઓફિસર અને તાલુકા વિકાસ અધિકારી ની હાજરીમાં યોજાઈ ગયો. શહેર ખાતે યોજાયેલ સવાસેતુ કાર્યક્રમમાં શહેરના લાભાર્થીઓએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.
સેવાસેતુ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અરજદારોએ આવકના દાખલા,જાતિના પ્રમાણપત્ર,આધારકાર્ડ,રેશનકાર્ડ સુધારણા અને આરોગ્ય ની સેવાઓનો લાભ લોકોએ લાભ લીધો હતો. સરકારી યોજનાઓ ને એક જ જગ્યાએ સરળતાથી લાભ લાભાર્થીઓને મળી રહે તેના માટે સવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં સવારથી મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. સેવાસેતુમાં પ્રાંત ઓફિસર, કડી મામલતદાર,ટીડીઓ, પાલિકાના ચીફ ઓફિસર,મહેસાણા જિલ્લા પંચાયત ના ચેરમેન પ્રહલાદભાઈ પરમાર,કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકી પાલિકા પ્રમુખ ભરતભાઈ પટેલ મહેન્દ્રભાઈ પટેલ શહેર પ્રમુખ જશુભાઈ પટેલ, નિલેશ નાયક,વિપુલ પટેલ, સમાજિક આગેવાન અને આરોગ્ય વિભાગના કર્મીઓ હાજર રહ્યા હતા.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી