ગરવી તાકાત વિજયનગર : વિજયનગર તાલુકાના ચિઠોડા ગામના આધેડ પુરુષની લાશ હાથમતી નદીના પાણીમાં વહેલી સવારે તરતી જોવા મળતા ગામના લોકો ઘટના સ્થળે ટોળે ટોળા દોડી ગયા હતા.ઘટના સ્થળેથી વધુ પ્રાપ્ત થતી માહિતી અનુસાર મરણ જનાર શૈલેષભાઈ નટવરલાલ મોઢપટેલ (ઉં.આશરે ૪૦, વર્ષ) નાઓ સોમવારે સાંજના સમયે પાંચેક વાગ્યાના અરસામાં ઘરેથી નીકળી ગયો હતો તે મોડી સાંજ સુધી ઘર પરત ન જતા તેની માતાએ ગામમાં આજુ બાજુ શોધ ખોળ કરી હતી.

પરંતુ કયાંએ ભાળ મળી ન હતી.મરણજનાર અપરણિત અસ્થિળ મગજનો હોઈ તે તેની માતા સાથે બન્ને એકલા રહેતા હતા . જ્યારે તેમના બે ભાઈઓ આર્મીમાં અને એક પોરબંદર ખાતે શિક્ષકમાં ફરજ બજાવે છે.જ્યારે પિતાનું અવસાન ૧૪ વર્ષ પહેલા તેના થયુ હતુ. હાલ ઘરે મા, દીકરો બંને એકલા રહેતા હતા. મરણજનારની લાશ વહેલી સવારે નદી કિનારે ગયેલા લોકોએ નદીના પાણીમાં તરતી જોવા મળતા જે બનાવ અંગેની જાણ તેમના કુટુંબીજનોને કરતા ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

જ્યારે આ બનાવ અંગે ચિઠોડા વેપારી એસોસિએશનના પ્રમુખ દિનેશ ભાઈ ધોનીએ પોલીસ સ્ટેશનને જાણ કરતા પી.આઈ.તરાળ , ટાઉન પોલીસ જમાદાર અનિલભાઈ હાડુલા, રમેશભાઈ સહિત પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈ તપાસ હાથ ધરી હતી.જે લાશને પાણી માંથી બહાર કાઢી તપાસતા મૃતકના કપાળમાં વાગેલાનું નિશાન જોવા મળ્યું હતું.જે લાશને પી.એમ.માટે વિજયનગર રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવી છે.પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધી તપાસ ચલાવી રહી છે.


