ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લામાં મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણ માટે મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું જિલ્લા કલેકટર લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં કાર્યસ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ-2013 અંગે સેમિનાર યોજાયો. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત આ સેમિનારમાં એડવોકેટ રેખાબેન ત્રિવેદીએ કાયદાની મુખ્ય જોગવાઈઓની વિસ્તૃત માહિતી આપી.

તેમણે જાતીય સતામણીની વ્યાખ્યા, ફરિયાદ પ્રક્રિયા અને કાનૂની જોગવાઈઓ સમજાવી. સેમિનારમાં She-box પોર્ટલની જાણકારી આપવામાં આવી મહિલાઓમાં જાગૃતિ લાવવા માટે એક પ્રેરક ફિલ્મ પણ બતાવવામાં આવી. કાર્યક્રમમાં નિવાસી અધિક કલેકટર ક્રિષ્ના વાઘેલા, બાંધકામ સમિતિના ચેરમેન જાનકીબેન રાવલ અને મહિલા બાલ અધિકારી ડૉ.પ્રજ્ઞાબેન ત્રિવેદી.

સહિત વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા. ઉપરાંત, દિવ્યાંગ વ્યક્તિઓના અધિકાર અધિનિયમ-2016 અંતર્ગત જિલ્લા કક્ષાની સમિતિની બેઠક પણ યોજાઈ. બેઠકમાં સુગમ્ય ભારત અભિયાન અંતર્ગત ઇમારતોને સુગમ્ય બનાવવા, દિવ્યાંગોને આવાસ ફાળવણી અને નિરમાયા યોજના અંગે ચર્ચા થઈ. જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા સહિત અન્ય અધિકારીઓએ બેઠકમાં ભાગ લીધો.




