સાણંદથી દરગાહના દર્શન કરીને પરિવાર સાથે મહેસાણા પોતાના ઘરે પરત ફરી રહેલા રિક્ષાચાલકને સરસાવ પાસે રિક્ષાએ ટક્કર મારતાં 2ને ઈજાઓ

શેર કરવા અહીં ક્લિક કરો.
ગરવી તાકાત મહેસાણા :  મહેસાણાના પરિવારજનો સાણંદ તાલુકામાં આવેલ દરગાહ ખાતે દર્શન કરવા ગયાં હતાં અને  પરત પોતાના વતન મહેસાણા ખાતે રીક્ષા લઈને કડીથી નંદાસણ તરફ જતા હતા જે દરમ્યાન સરસાવ પાસે પહોંચતા સામેથી આવી રહેલ એક રીક્ષાચાલકે પૂરઝડપે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં રિક્ષામાં બેઠેલ 2 ઇસમોને ઇજાઓ પહોંચતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં
મહેસાણાના સલીમભાઈ શેખ કે જેઓ પોતાની માલિકીની રીક્ષા ચલાવીને પોતાનું તેમજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે જેઓ મહેસાણા ખાતેથી પરીવાર સાથે  સાણંદ તાલુકા ખાતે આવેલ એક દરગાહ માં દર્શન કરવા ગયાં હતાં અને દર્શન કરીને પરિવાર સાથે રિક્ષા લઈને પોતાના વતન મહેસાણા ખાતે જઇ રહેલા હતા જે દરમ્યાન કડીથી નંદાસણ તરફ જતાં હતાં ત્યાં સરસાવ પાટિયા પાસે પોતાની રીક્ષા લઈને પહોંચતા
નંદાસણ તરફથી આવી રહેલ એક રિક્ષા નં GJ 02 YY 9052 ને પૂરઝડપે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો અકસ્માત સર્જાતા આજુબાજુના લોકો દોડી આવ્યાં હતાં અને રીક્ષામાં બેઠેલ સલીમભાઇ શેખની પત્ની સહિત એક પુરુષને ઈજાઓ પહોચી હતી જ્યાં  108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં નંદાસણ પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.

તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.