કડીમાં ગુજરાત મઝદૂર આંતરરાષ્ટ્રીય દિન નિમિત્તે કામદાર વર્ગ ની રેલી યોજાઇ

May 2, 2022

— ગુજરાત ફેડરેશન ઓફ ટ્રેડ યુનિયન, ગુજરાત મજદૂર સભા અને જન સંઘર્સમંચ મજદૂર દિન નિમિત્તે કામદારો ના હકક માટે ની રેલી યોજાઇ :

ગરવી તાકાત મહેસાણા :  1 લી મે આંતરરાષ્ટ્રીય મઝદૂર દિવસ વિશ્વના કામદારો 1885 ના અમેરિકા ના શિંકાગો શહેરનાં કામદાર વર્ગના 8 કલાકો ના અધિકાર માટે સંઘર્ષ કરેલ જેમાં મઝદૂર આગેવાનો ઉપર માલિક વર્ગ દ્ધારા સંઘર્ષ ને તોડવા પોલીસ નો સહારો લઈ ગોળીઓ વરશાવેલ જે ગોળીઓ મઝદૂર આગેવાનો શહીદ થયેલા અને ટેબલ ઉપરનું કપડું મઝદૂર આગેવાનો ના લોહીથી લાલ થયેલ ત્યારથી લાલ ઝંડો મઝદૂર વર્ગના સંઘર્ષ નું પ્રતિક બનેલ છે અને આ મઝદૂર વર્ગના બલિદાનોની યાદમાં સમગ્ર દુનિયામાં કામદારો 1 મે દિવસસે ઉજવણી કરે છે.સમગ્ર રાજ્યમાં માં નાની મોટી અનેક કંપનીઓ આવેલ છે અને ત્યાં અનેક મઝદૂરો કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે અને આવી મોંઘવારી ના સમયે આવા મઝદૂરો હેરાન પરેશાન થતા જોવા મળી રહેતા હોય છે.
ત્યારે આવા કંપનીના માલિકો આવા મજૂરો નો ફાયદો ઉઠાવીને ને તેમનું સોષણ કરતા જોવા મળી રહેતા હોય છે અને તેમને ઓછાં પગાર માં કામ કરવા માટે રાખતા હોય છે.8 ક્લાક કામનો અધિકાર અને 8 ક્લાક બાદ ડબલ ઓવર ટાઈમ , અઠવાડિયા માં એક રજા,જાહરે રજાઓ, પ્રો. ફંડ, ગ્રેજ્યુઇટી,કાયમી કામદારો હકક જેવા મહત્વના અધિકારો મળવા પાત્ર હોય છે. પરંતું આ આ કામદાર વર્ગ છેલ્લા બે વર્ષમાં કામદારોનું લઘુતમ વેતન રૂપિયા 25,000/- કોન્ટ્રાક્ટરની આ પ્રથાની સંપૂર્ણ નાબૂદી તથા બેરોજગારયુવા નોને રૂપિયા 15,000/- ચાર મજુર કોડને રદ કરવાની માંગણીને લઈને ઐતિહાસિક લડત અને હડતાલ પાડેલ છે
અને હાલ પણ તેની સામેની લડત ચાલુ છે. કોવીડ ની મહામારી ની પરિસ્થિતિ માં સમગ્ર ભારત ના ખેડુત વર્ગ સરકારની ખેડૂતોની જમીનો પાણી ના મૂલ્યે મોટી કંપીના ના માલિકો જેવા વર્ગને પધરાવી ખેડૂતોને ગુલામ બનાવી જમીનો ઝૂંટવી લેવા સામેના કોન્ટ્રાકટર ફોમિગ સામેના ખેડુતો વર્ગનાં ખેડૂત વિરોધ ત્રણ કાયદાઓ સામેના સંઘષો અને તેમાં મેળવેલ જીત સમગ્ર મઝદૂર વર્ગ માટે દિશા સૂચન પ્રેરણારૂપ છે.
ત્યારે આજ રોજ કડીમાં આંતરરાષ્ટ્રીય મઝદૂર દિન કેન્દ્ર ની સરકાર દ્વારા  રચિત ચાર મઝદૂર વિરોધ કોડના વિરુધમાં રાજ્યમાં ની સરકાર સામે રૂપિયા 25,000/- લગુતમ વેતન મેળવવાં કોન્ટ્રાકટરો પ્રથાની સંપૂર્ણ નાબૂદી , આઉસોર્સિંગ પ્રથા કાયમી અને નિયમિત કામમાંથી સંપૂર્ણપણે રદ કરવાની માગણી તથા 15000 બેરોજગાર ને બેરોજગારી ભથ્થું આપવાની માગણી અને સાર્થક કરવા અને તે માટે સતત લડત આપવાનો નિર્ધાર સાથે આપણા હકો અને અધિકારીઓને જાળવી રાખવા અને નવા લોકો અને અધિકારીઓને પ્રસ્થાપિત કરવા કડી માં મોટી5 સંખ્યામા મઝદૂર વર્ગનાં લોકો જોડાઈને આંતરરાષ્ટ્રીય મઝદૂર દિનની એક લડત દીવસ તરીકે ઉજવણી કરીને મોટી સંખ્યામાં લોકો જોડાઇ ને કડી ના અલગ અલગ વિસ્તારમાં બેનરો અને સૂત્રો ચાર સાથે રેલી નીકાળવામાં આવી હતી
તસવિર અને અહેવાલ  : જૈમિન સથવારા – કડી
Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0