મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વિદેશી શરાબના જથ્થા સાથે કુલ રુપિયા 3.49 લાખનો મુદ્દામાલ ઝડપ્યો
વિદેશી શરાબનો જથ્થો લાવનાર તેમજ મંગાવનાર સહિત કુલ ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંંધાયો
ગરવી તાકાત, મહેસાણા તા. 21- ( Sohan Thakor ) – મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે શહેરના મગપરા વિસ્તારમાં ઇકો કારમાં ભરેલો વિદેશી શરાબનો રુપિયા 48,325ની કિંમતનો જથ્થો તેમજ ઇકો કાર સહિત કુલ રુપિયા 3.49 લાખનો મુદ્દામાલ કબજે કરી વિદેશી શરાબનો જથ્થો ભરી આપનાર તેમજ મંગાવનાર સહિત કુલ ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી એક શખ્સને મગપરામાંથી ઝડપી પાડી કાયદેસરનીી કાર્યવાહી હાથ ધરી છે.
મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીના માર્ગદર્શન મુજબ મહેસાણા જિલ્લામાં ચાલતી પ્રોહિબીશનની પ્રવૃતિઓ પર રેઇડ કરી ડામી દેવાના આપેલા આદેશ મુજબ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ એસ.એસ.નીનામાના નેતૃત્વ હેઠળ મહેસાણા એલસીબી પીએસઆઇ એમ.ડી.ડાભી, એએસઆઇ હરીસિંહ, હેકો. રમેશભાઇ, જયસિંહ, અક્ષયસિંહ, રાજેન્દ્રસિંહ સહિતનો સ્ટાફ મહેસાણા એલસીબી કચેરી ખાતે નાઇટમાં હાજર હતા તે દરમિયાન પીસી જયસિંહ તથા રાજેન્દ્રસિંહને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળી હતી કે, ઠાકોર અજીત કાળુજી રહે. મહેસાણા મગપરા છેલ્લી લાઇનવાળો ઇકો ગાડીમાં વિદેશી દારુનો જથ્થો ભરેલો છે.
જે બાતમીના આધારે મહેસાણા એલસીબી મહેસાણા મગપરા ખાતે પહોંચી ઇકો કારમાં તપાસ કરતાં તેમાંથી 48,325ની કિંમતનો વિદેશી શરાબનો જથ્થા સહિત કાર મળી કુલ રુપિયા 3,49, 325 રુપિયાનાક જથ્થા સાથે ઠાકોર અજીત કાળુજી રહે. મગપરાવાળા શખ્સને ઝડપી પાડ્યો હતો. જ્યારે વિદેશી શરાબનો જથ્થો મંગાવનાર રાવળ મોહન ગેલાભાઇ, રહે. મહેસાણા ભોયરાવાસ, અને ઠાકોર શૈલેષ સરદારજી જનતાનગર મહેસાણાવાળા સહિત સિદ્ધપુરના વાઘણા રોડ નજીક આવેલ કાચા નેળીયામાંથી વિદેશી શરાબનો જથ્થો ભરી આપનાર તલસિંહ રહે. વાઘણા તા. સિદ્ધપુર વાળા વિરુદ્ધ પ્રોહિબીશન એક્ટ અંતર્ગત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.