એસઓજીની ટીમે નાગલપુર આવેલા પાન પાર્લરમાંથી વિદેશી સિગારેટનું વેચાણ કરતો શખ્સ ઝડપાયો
એસઓજીની ટીમે ઘટના સ્થળ પરથી પ્રતિબંધિત 8155ની કિંમતનો સીગારેટનો જથ્થો કબજે કર્યો
ગરવી તાકાત, મહેસાણા તા. 20 – મહેસાણામાં ગેરકાયદેસર પ્રતિબંધિત વિદેશી સિગારેટનું વેચાણ કરતાં શખ્સને 8155ની કિંમતના ગેરકાયદેસર સીગારેટના જથ્થા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 
મહેસાણા એસઓજી પીઆઇ એ.યુ.રોઝના નેતૃત્વ હેઠળ એસઓજીની ટીમના પો.સ.ઇ એન.પી.પરમાર તથા એ.એસ.આઈ ચેતનકુમાર, તથા અ.હઙે .કોન્સ., દદલીપકુમાર, નરેશભાઇ તથા પો.કો અબદુલગફાર ,ધરમશીભાઇ, સાંજયભાઇ તથા ડ્રા,પો.કો મકુેશદાન,ભરતભાઇ નિગેરેપોલીસ સ્ટાફના માણસો ગત રોજ પોલીસ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન દલીપકુમાર તથા હેકો. નરેશકુમાર તથા આ.પો.કો અબ્દુલગફાર સૈયદઅલીને ખાનગી રાહે બાતમી મળી હતી કે
મહેસાણા નાગલપુર કોલેજ પાસે આવેલ તુલસી હોટલના નીચે તુલસી પાન પાર્લરમાં અભિષેક રમેશભાઇ ઠાકુર રહે. શ્રી રામનગર સોસાયટી મહેસાણાવાળો ગેરકાયદેસર રીતે વિદેશી સિગારેટનો સંગ્રહ કરી વેચાણ કરી રહ્યો છે. જે બાતમીના આધારે મહેસાણા એસઓજીની ટીમ તુલસી પાન પાર્લર પર પહોંચી તલાસી લેતાં પ્રતિબંધિત સીગારેટનો જથ્થો કિંમત રુ. 8155ની કિંમતનો મુદ્દામાલ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


