ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીની અધ્યક્ષતામાં લાંઘણજ પોલીસમથકે વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્થાનિક અગ્રણીઓ અને પોલીસમથક વિસ્તારના નાગરિકોએ ભાગ લીધો. લાંઘણજ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામોના નાગરીકો ના પ્રશ્નો ની વાચા આપવામાં આવી હતી. લોક દરબાર માં સાસંદ હરિભાઇ પટેલ તથા ડી. વાય.એસ. પી મિલાપ પટેલ તથા લાંઘણજ ગામના સરપંચ તથા ગામના નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા.

વિસ્તારમાં ચાલતી અસામાજિક પ્રવૃતિ દારુ બાબતે તેમજ નાની મોટી ચોરી તથા આવનાર ઉતરાયણ તહેવાર ને લઈને ચાઈના દોરી વેચાણ કરતા ઈસમો ઉપર કડક કાર્યવાહી રજૂઆત કરવામાં આવી. જીલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી દ્વારા ઘટનાઓ ના બને તે બાબતે કડકમાં કડક પગલાં લઈ ગુનાહિત પ્રવૃતિ પર કડક કાર્યવાહી કરવામાં આવશે જેવી ખાતરી આપવામાં આવી હતી.

લોક દરબાર દરમિયાન નાગરિકોએ વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી. જિલ્લા પોલીસ વડાએ પોલીસ વિભાગને લગતા પ્રશ્નોનું નિરાકરણ કરવાની ખાતરી આપી. તેમણે અન્ય વિભાગો સાથે સંકળાયેલા પ્રશ્નો સંબંધિત વિભાગો સુધી પહોંચાડી તેનો નિકાલ લાવવાનું પણ આશ્વાસન આપ્યું. જીલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી ની આ પહેલ દ્વારા પોલીસ અને જનતા વચ્ચે સીધો સંવાદ સ્થાપિત થયો. જેનાથી નાગરિકોની સમસ્યાઓનું ઝડપી નિરાકરણ લાવી શકાશે.


