ગરવી તાકાત મહેસાણા : સાંકળચંદ પટેલ યુનિવર્સિટીખાતે તારીખ 18/12/2025 ગુરુવાર ના રોજ “આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન”અંતર્ગતએક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આજની યુવા પેઢીમાં વધુમાં વધુ સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે જાગૃત કરવાનો હતો. આયોજિત કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે પૂર્વ જિલ્લા પ્રભારીશ્રી દુષ્યંતભાઈ પંડ્યાહાજર રહ્યા હતા અને વિવિધ ઉદાહરણો થકી “હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી”અને “આત્મનિર્ભર ભારત એ સપનું નથી, આજે તે યુવા ભારતનો સંકલ્પ છે. ”અને “આવો સ્વદેશી અપનાવીએ, ભારતને વિકસિત બનાવીએ”ના સંકલ્પ સાથે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાઅને માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત મિશન અંગે વિસ્તૃત માહિતગાર કરવામાં આવ્યા હતા.

વધુમાં શ્રી દુષ્યંતભાઈ પંડ્યા એ તેમના વ્યકતવ્યમાં “આજનો કાર્યક્રમ માત્ર એક લેક્ચર નથી, પરંતુ રાષ્ટ્રનિર્માણ સાથે જોડાયેલો સંકલ્પ છે.”અને “આત્મનિર્ભર ભારત એટલે માત્ર આત્મનિર્ભર અર્થવ્યવસ્થા નહીં, પરંતુવિચારમાંસ્વતંત્રતા, કૌશલ્યમાંઆત્મવિશ્વાસ, નવીનતામાંઆગેવાનીઅને રાષ્ટ્રપ્રત્યેજવાબદારી યુવા પેઢી તરીકે આ વિચારને સમજવું અને અમલમાં મૂકવું આપણી સૌની જવાબદારી છે તે વિષય ઉપર સરસ માર્ગદર્શન પૂરું પાડયું હતું. આજના કાર્યક્રમમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેંટશ્રી પ્રકાશભાઈ પટેલેઆત્મનિર્ભર ભારત અભિયાનના ઉદ્દેશોને પ્રોત્સાહન આપવાના હેતુથી આયોજિત આ કાર્યક્રમમાં સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવવાની ભાવના અને ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ પર ભારમૂક્યો હતો અને જણાવ્યું હતું.

કે સાંકળચંદ પટેલ યુનિવર્સિટી શિક્ષણની સાથે વિદ્યાર્થી માટે સ્ટાર્ટઅપઅને રિસર્ચ થકી દેશના વિકાસમાં અને માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિઝન વિકસિત ભારત @૨૦૪૭ ને પૂરું પાડવા માટે કાર્યરત છે. આકાર્યક્રમમાંપ્રેસિડેંટશ્રી પ્રકાશભાઈ પટેલ,રજીસ્ટ્રારશ્રી ડો. પરિમલ ત્રિવેદી,સંલગ્ન સંસ્થાઓના પ્રિન્સિપાલશ્રીઓ, સ્ટાફ અને આશરે ૧૩૦૦થી વધુ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને “આત્મનિર્ભર ભારત”“હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી”થકી સ્વદેશી વસ્તુઓ અપનાવવાનો સંકલ્પ લીધો હતો.



