ગરવી તાકાત મહેસાણા : મહેસાણા શહેરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લવાયેલો અને ગાર્ડ રૂમમાં દાખલ કરવામાં આવેલો એક કેદી પોલીસની નજર ચૂકવી અંધારાનો લાભ લઈ નાસી છૂટતા પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ બહુચરાજી પોલીસ મથકના ચોરી ગુનામાં સંડોવાયેલો આ આરોપી પોલીસ કર્મચારી લઘુશંકા માટે ગયા તે બે મિનિટના સમયગાળામાં જ જાળી ખોલીને ભાગી છૂટ્યો મહેસાણા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવતા એ.એસ.આઈ. સવધાનજી ખોડાજી અને અન્ય પોલીસ કર્મચારીઓ ગત સાંજે મહેસાણા સબજેલમાંથી પાંચ આરોપીઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લાવ્યા.

જે પૈકી ચિરાગ બાબુભાઈ મિસ્ત્રી (રહે. મંડાલી, તા. બહુચરાજી) અને રોશનલાલ ખત્રી નામના બે આરોપીઓને તબીબની સલાહ મુજબ સિવિલના ગાર્ડ રૂમમાં દાખલ કરવામાં આવ્યા સાંજના સમયે એ.એસ.આઈ. સવધાનજી ગાર્ડ રૂમની જાળી બંધ કરીને બહાર હાજર દરમિયાન રાત્રે આશરે 7.48 વાગ્યે તેઓ બાજુમાં આવેલા બાથરૂમમાં ગયા અને માત્ર બે જ મિનિટમાં એટલે કે 7.50 વાગ્યે પરત ફરતા ગાર્ડ રૂમની જાળી ખુલ્લી જોવા મળી તપાસ કરતા આરોપી ચિરાગ મિસ્ત્રી ત્યાં હાજર ન હોતો પોલીસ કર્મચારીએ તાત્કાલિક બહાર દોડીને તપાસ કરતા.
![]()
આરોપી એક્સ-રે રૂમ તરફ ભાગતો દેખાયો પરંતુ અંધારાનો લાભ લઈ તે નજરથી દૂર થઈ ગયો આ ઘટના અંગે એ.એસ.આઈ. દ્વારા તાત્કાલિક હેડ ક્વાર્ટરના હાજરી માસ્તર અને કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી પોલીસની ઉચ્ચ અધિકારીઓ સહિતની ટીમોએ સિવિલ હોસ્પિટલ અને આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરી શોધખોળ હાથ ધરી પરંતુ આરોપીનો કોઈ પત્તો લાગ્યો ન અંતે કાયદેસરના જાપ્તામાંથી નાસી છૂટવા બદલ આરોપી ચિરાગ મિસ્ત્રી વિરુદ્ધ મહેસાણા એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી.


