પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂથી સગર્ભા મહિલાનું મોત થતા હાહાકાર

August 5, 2022

— સારવાર માટે આવેલી મહિલાનું સારવાર દરમ્યાન મોત થતાં પરિવાર પર આભ ફાટ્યું :

— સિવિલમા સારવાર અર્થે આવેલી મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો :

ગરવી તાકાત પાલનપુર : પાલનપુર સિવિલમાં સ્વાઇન ફ્લૂથી એક સગર્ભા મહિલાનું મોત નિપજા હોવાની ઘટના સામે આવી છે જેમાં સિવિલમાં સારવાર અર્થે આવેલી એક સગર્ભા મહિલાનું સ્વાઈન ફ્લૂના લક્ષણો દેખાતા સિવિલ વિભાગ દ્વારા તાત્કાલિક તેનો H1N1 નો ટેસ્ટ કરવામાં આવ્યો હતો પરંતુ સગર્ભા મહિલાને તકલીફો વધેલી હોવાના કારણે તેનું મોત નીપજતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું.
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર માં આવેલી સિવિલ હોસ્પિટલમાં હાલના દિવસોમાં ૧૨૦૦ જેટલાં દર્દીઓ સારવાર લેતા હોય છે. જેમાં બાળ રોગોનો વિભાગ એન્ટી વિભાગ અને મેડિસિન વિભાગમાં તાવ શરદી-ખાસી નાકમાંથી પાણી આવવું શ્વાસ ચડવો તેવી જાતનાં વધુ કેસો જોવા મળતા હતા. જોકે સામાન્ય બિમારી હોય ઓછી તકલીફ હોય તો સિવિલ વિભાગ દ્વારા દવાઓથી અથવા પ્રાથમિક સારવાર થી મટી જતું હોય છે. પરંતુ તકલીફ વધારે થાય અને ઓક્સિજનની રિક્વાયરમેન્ટ વધી જાય તો દર્દીને દાખલ થવું પડે છે તેના માટે સીટી સ્કેન આરટીપીસીઆર અને H1N1 ફ્લૂના ટેસ્ટ કરવા આવતા હોય છે.
જેમા સ્વાઈન ફ્લૂનો એક દર્દી સગર્ભા મહિલા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ હતા તને તકલીફો વધતા તેનું મોત નીપજ્યું હતું. જોકે મહિલાનું મોત નિપજતા છે મહિલાના પરિવાર પર આભ ફાટી પડ્યું છે. જોકે આ અંગે ડોક્ટર સુનીલ જોશી જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલ પાલનપુર માં છેલ્લા ઘણા સમયથી ૯૦૦ જેટલાં દર્દી રહેતા દિવસના એ વધીને ૧૨૦૦ સુધી પહોંચી ગયા છે બાળ રોગોનો વિભાગ એનટી વિભાગ અને મેડિસિન વિભાગમાં તાવ, શરદી ખાંસી નાકમાંથી પાણી આવવું શ્વાશ ચડવો એવી અનેક જાતની બીમારીઓ સાથે આવતા હોય છે.
સામાન્ય બિમારી હોય ઓછી તકલીફ હોય એને દવાઓથી પ્રાથમિક સારવારથી મટી જતું હોય છે. પરંતુ તકલીફ વધારે થાય અને ઓક્સિજન ની રિક્વાયરમેન્ટ વધી જાય તો દર્દીને દાખલ થવું પડે છે એના માટે સીટી સ્કેન આર્ટિપીસીઆર અને H1N1 સ્વાઈન ફ્લૂના ટેસ્ટ કરવાના આવતા હોઈ છે. સ્વાઈન ફ્લુનો એક દર્દી અમારે ત્યાં દાખલ હતું એ દર્દી પ્રેગનેન્સી સાથે  આવ્યા ત્યારે તેને તકલીફો વધારે હતી તેમને અમે સારવાર આપી પરંતુ એમનો જીવ બચી શકે તેમ ન હતો.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા – પાલનપુર
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0