ગરવી તાકાત અરવલ્લી : દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં મેઘરજ આદિવાસી સમાજ દ્વારા મેઘરજ મામલતદાર મારફતે ગુજરાતના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું આ આવેદનપત્રમાં ચૈતરભાઈ વસાવા અને અન્ય આરોપીઓને ન્યાય મળે તેમજ સમગ્ર કેસની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી સમાજના આગેવાનોએ રજૂઆત કરી કાયદાકીય પ્રક્રિયા પારદર્શક રીતે હાથ ધરવામાં આવે.

અને ન્યાયના સિદ્ધાંતો અનુસાર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેઓએ સરકાર સમક્ષ ન્યાયની માંગ ઉઠાવી આ પ્રસંગે સામાજિક આગેવાનો, મહિલાઓ સહિત મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા ઉપસ્થિત લોકોએ શાંતિપૂર્ણ રીતે પોતાની રજૂઆત કરી મેઘરજ મામલતદારે આવેદનપત્ર સ્વીકારી સરકાર સુધી રજૂઆત પહોંચાડવાની ખાતરી આપી.

જેમાં સામાજિક કાર્યકર્તા કાંતિલાલ ડામોર,બાબુભાઈ પી.કટારા,સુરેશભાઈ એચ.કટારા,ચંદુભાઈ એસ. ડામોર, અમિત એમ. ડેડુન,માનવ એલ. ભગોરા,વિજયકુમાર ડી. બોડાત,આશાબેન એમ. કટારા,તારાબેન એમ. ડેડુન, સુમિત્રાબેન આર. અસારી, ધરતીબેન એલ. કલાસવા, પ્રકાશભાઈ બી. અસારી તેમજ મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા.


