અપહરણ અને બળાત્કારના ગુનામાં એક વર્ષથી નાસતા ફરતા શખ્સને દબોચી લીધો

February 16, 2023

મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ સતલાસણાના મહેમદપુરા ગામે પહોંચી આરોપીને ઝડપ્યોં

ગરવી તાકાત, મહેસાણા તા. 16 – છેલ્લા એકાદ વર્ષથી અમદાવાદ વસ્ત્રાપુર પોલીસમાં નોંધાયેલા બળાત્કાર અને અપહરણના ગુનામાં નાસતો ફરતો શખ્સને મહમદપુરા તા.સતલાસણવાળો પોતાના ઘરે હાજર હોવાની બાતમીના આધારે મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે તેના ઘરે પહોંચી આરોપીને રંગેહાથે ઝડપી લઇ મહેસાણા એ.ડીવીઝન પોલીસને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

મહેસાણા પેરોલ ફર્લોની ટીમ નાસતા ફરતાં આરોપીઓને ઝડપી પાડવા પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન કાનજીભાઇને ખાનગી બાતમી મળી હતી કે, અમદાવાદ શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઇપીકો ૩૬૬, ૩૭૬, (૨) (એન), ૫૦૬ (૨), ૧૧૪ તથા આઇટી એક્ટ કલમ ૬૬ (ઇ) અને પોક્સો એક્ટ ૭,૮ મુજબ અપહરણ અને બળાત્કારના ગુનામાં નાસતો ફરતો આરોપી લીમ્બડીયા જુબેરભાઇ ગુલામરસુલ ઉ.વ. ૩૦ રહે. મહમદપુરા તા. સતલાસણાવાળા શખ્સ હાલ પોતાના ઘરે હાજર હોવાની મળેલી માહિતીના આધારે પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમના પીએસઆઇ એ.એન.દેસાઇ, એએસઆઇ કિરીટકુમાર, મુકેશભાઇ, કાનજીભાઇ, જાેરાજી, કાન્તીભાઇ સહિતની ટીમ તેના ઘરે મહમદપુરા પહોંચી ઘરેથી આરોપીને ઝડપી પાડી મહેસાણા શહેર એ ડીવીઝન પોલીસને સોંપી આગળની ઘટની કાર્યવાહી માટે વસ્ત્રાપુર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0