3 કરોડના આધુનિક મશીન દ્વારા મહેસાણાની ડમ્પીંગ સાઇટ પર સવા બે લાખ ટન કચરાનો નિકાલ કરાશે

December 15, 2022

ગરવી તાકાત, મહેસાણા –  મહેસાણા નગરપાલિકા દ્વારા રોજના 88 ટન કચરાનું કલેક્શન કરી ડમ્પિંગ સાઈટ ઉપર ઠાલવવામાં આવતા અત્યાર સુધીમાં 2.30 લાખ ટન કચરાના ઢગલા સર્જાતા પાલિકાએ 1 કરોડના ખર્ચે એજન્સીને કામ આપી બાયો માઇનિંગ પદ્ધતિથી કચરાના નિકાલની કામગીરી હાથ ધરી છે.હાલમાં છેલ્લા એક માસમાં 10 હજાર ટન જેટલા કચરાનો નિકાલ કરતા 80 ટકા કચરો પ્રકિયા કરતા પુનઃ ઉપયોગ કરી શકાય તેવો મળી રહ્યો છે. 

મહેસાણા પાલિકા દ્વારા ગંદકીની સમસ્યાને અટકાવવા અને શહેરને સ્વચ્છ બનાવવા એજન્સી અને તંત્ર દ્વારા રોજે રોજ 88 ટન જેટલા કચરાનું ક્લેકશન કરવામાં આવી રહ્યું છે.પાલિકા દ્વારા કલેક્શન કરતા કચરાને ડમ્પિંગ સાઈટ પર નિકાલ કરવામાં આવે છે. અહીં અત્યાર સુધીમાં 2.30 લાખ ટન જેટલો કચરો જમા થતા કચરાના ડુંગર સર્જાયા છે.જેના નિકાલ માટે પાલિકા દ્વારા ટેન્ડર કરી પ્રતિ ટન 234 રૂપિયાના ભાવથી કુલ 1 કરોડ ના ખર્ચે 2.30 ટન કચરાના નિકાલનું કામ આપાતા એક માસમાં 10 હજાર ટન કચરાનો નિકાલ કરાયો છે.  એજન્સી દ્વારા કચરાને અલગ તારવી શકાય તેવી આધુનિક મશીનરીનો ઉપયોગ કરતા કચરામાંથી મળતા પ્લાસ્ટિક ,કોટન મેટલ વગેરે 80 ટકા જેટલી નાની મોટી ચીજ વસ્તુઓનેને અલગ કરી તેમાંથી પણ આવક મળે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.જ્યારે 20 ટકા પથ્થર માટી જેવા કચરાને પુનઃ સ્થળ પર જ ડમપિંગ સાઈડ પર લેવલ કરી દેવામાં આવશે.

ફ્રેશ કચરાનો પણ તાત્કાલિક નિકાલ કરાશે મહેસાણા પાલિકાએ રોજના 88 ટન કચરાના કલેક્શનથી એકત્ર થયેલા 2.30 લાખ ટન કચરા નિકાલ માટે એક કરોડના ખર્ચે બાયો માઈનીંગ પ્લાન અપનાવે છે જેથી ડમ્પિંગ સાઈટ ઉપર કચરાનો યોગ્ય નિકાલ પણ થયો છે. બીજી તરફ પાલિકા તંત્ર આવનાર સમયમાં ફ્રેશ કચરાના નિકાલ માટે પણ આયોજન કર્યું છે ત્યારે સ્વચ્છતા માટે મહેસાણા નગરપાલિકાની અનોખી પહેલ અન્ય શહેરો માટે પ્રેરણા રૂપ બની શકે છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0