ચાલુ કંપનીની પીવીસી પાઇપો પર એસ્ટ્રેલ બ્રાન્ડેડ કંપનીનો લોગો લગાવીને મહેસાણાનો વેપારી ગ્રાહકોને મૂર્ખ બનાવતો હતો  

July 19, 2023

મહેસાણા ખાતે ભવાની સેનેટરીઝની દુકાનમાંથી ચાલુ કંપનીની પીવીસી પાઇપો પર એસ્ટ્રલ કંપનીની બ્રાન્ડેડ કંપનીનો લેબલ લગાવી વેચતો વેપારી ઝડપાયો 

એસ્ટ્રલ કંપનીના લીગલ મેનેજરે પોલીસને સાથે રાખી દુકાનમાં ઓચિતી તપાસ હાથ ધરતાં 41 કંપનીનો લોગો મારેલી ચાલુ કંપીનીની પીવીસી પાઇપો મળી આવી 

Sohan Thakor- મહેસાણા તા. 19- મહેસાણા ખાતે શ્રીનાથ કોમ્પ્લેક્સમાં આવેલી શ્રીનાથ સેનેટરીઝની દુકાનમાં ચાલુ કંપનીની પીવીસી પાઇપો પર એસ્ટ્રલ બ્રાન્ડેડ કંપનીનો લોગો મારીને ગ્રાહકોને મૂર્ખ બનાવતો વેપારીનો ભાંડો ફૂટ્યોં હતો. એસ્ટ્રલ કંપનીના લીગલ મેનેજર ભવાની સેનેટરીઝ દુકાનના માલિક વિરુદ્ધ બી. ડિવિઝન પોલીસ મથકને સાથે રાખી દુકાનમાં ઓચિંતી તપાસ હાથ ધરતાં એસ્ટ્રલ કંપનીનો લોગો મારેલી 41 નકલી પીવીસી પાઇપો મળી આવતાં પોલીસને ગુનો નોંધી વેપારીને જેલનો પ્રવાસ ખેંડવા મોકલી દીધો હતો.

ગુજરાતમાં ખાદ્યપદાર્થોની ભેળસેળનો તો કોઇ કમી નથી અનેક ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ થતી હોવાના અનેક કિસ્સાઓ તાજેતરમાં પ્રકાશમાં આવ્યાં છે જેમાંથી મહેસાણા જિલ્લો પણ બાકાત નથી. ત્યારે હવે પીવીસીની બ્રાન્ડેડ કંપનીની પાઇપોના લેબલ લગાવીને પીવીસીની પાઇપોનું કૌંભાડ બહાર આવ્યું છે. જેમાં મહેસાણાના શ્રીનાથ કોમ્પ્લેક્સમાં આવેલી ભવાની સેનેટરીઝનો વેપારી ચંદુભાઇ પ્રહલાદભાઇ પટેલની શહેરમાં ત્રણ દુકાનો આવેલી છે.

ત્યારે મહેસાણામાં ચાલુ કંપનીની પીવીસી પાઇપો પર બ્રાન્ડેડ કંપનીની પીવીસી એસ્ટ્રલ પાઇપનો લેબલ લોગો મારીને વેચાણ ચાલતુંં હોવાની એસ્ટ્રલ કંપનીના લીગલ મેનેજરને માહિતી મળી હતી જેને પગલે એસ્ટ્રલ કંપનીના લીગલ મેનેજર રાજીવ મુન્દ્રાએ મહેસાણા બી. ડિવિઝન પોલીસનો સંપર્ક કરી પોલીસને સાથે રાખીને મહેસાણા શ્રીનાથ કોમ્પ્લેક્સમાં આવેલી પટેલ ચંદુભાઇ પ્રહલાદભાઇની ભવાની સેનેટરીઝમાં ઓચિંતી તપાસ હાથ ધરતાં દુકાનમાંથી અમને ડુપ્લીકેટ એસ્ટ્રેટ કંપનીના લોગો વાળી 41 પાઇપો મળી આવી હતી. જો કે શહેરમાં આ વેપારીની અન્ય બે મળી કુલ ત્રણ દુકાનો આવેલી છે.

ત્યારે એક દુકાનમાંથી 41 નંગ નકલી પીવીસી પાઇપોનો જથ્થો મળી આવ્યોં હતો. આ મામલે એસ્ટ્રલ કંપનીના લીગલ મેનેજરે ભવાની સેનેટરીઝના માલિક વિરુદ્ધ મહેસાણા બી. ડિવિઝન પોલીસ મથકે ધ ટ્રેડ માર્ક એકટ -1999 કલમ 103,104,107,R/W,115(4) અને કોપીરાઇટ એકટ કલમ 63 અને 65 મુજબ ગુનો નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ચાલુ કંપનીની પીવીસી પાઇપો પર એસ્ટ્રલ કંપનીનું લેબર મારીને કેટલા સમયથી આ વેપારી ગ્રાહકોને મૂર્ખ બનાવતો હશે ?

ચાલુ કંપનીની પીવીસી પાઇપો અને એસ્ટ્રલ કંપનીની બ્રાન્ડેડ પીવીસી પાઇપોના ભાવમાં જમીન આસમાનનું અંતર હોય છે.  ત્યારે એસ્ટ્રલ કંપની પોતાની કંપનીની જાહેરાત માટે લાખો કરોડો રુપિયાનો ખર્ચ કરે છે. ત્યારે ચાલુ કંપનીની પીવીસી પાઇપો પર લેબલ મારીને એસ્ટ્રલ કંપનીની પાઇપો કહીને ભવાની સેનેટરીઝનો આ વેપારી કેટલા સમયથી ગ્રાહકોને મૂર્ખ બનાવતો હશે. આ ઉપરાંત આ વેપારીએ બ્રાન્ડેડ કંપનીના નામે નકલી પીવીસી પાઇપો વેચી અત્યાર સુધી લાખો રુપિયાની કમાણી કરી હોવાનું પણ વેપારી આલમમાં ચર્ચાનો વિષય બન્યોં છે. જ્યારે ભવાની સેનેટરીઝ સિવાય બીજી બે દુકાનો મળી મહેસાણા શહેરમાં ત્રણ દુકાનો ધરાવે છે ત્યારે ત્રણ દુકાનોમાંથી કોઇપણ દુકાન પર ગ્રાહકો એસ્ટ્રલ કંપનીની પાઇપો માંગે તો એક જ દુકાનમાં મુકેલી નકલી પીવીસી પાઇપો તે ત્રણમાંથી કોઇપણ દુકાનના ગ્રાહકને પધરાવી દેવાની વૃત્તિ ચલાવતો હતો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0