-> સ્પર્ધામાં ભાગ લેવા માટે વેબસાઇટ https://sansadkhelmahotsav.in તા.20/09/2025 સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકાશે :
-> સાંસદ ખેલમહોત્સવ – 2025ની રમત સ્પર્ધાઓ 17 વર્ષથી ઉ૫ર ભાઇઓ/બહેનો અને 17 વર્ષથી નીચે ભાઇઓ/બહેનો વયજુથમાં યોજાશે :
-> વધુ વિગત માટે સરદાર ૫ટેલ જિલ્લા રમત સંકુલ, પાંચોટ-મહેસાણાના કંટ્રોલ રૂમ મો.નંબર – 9173096635 ઉ૫ર સંપર્ક કરી શકાશે :
ગરવી તાકાત મહેસાણા : મહેસાણા લોકસભા વિસ્તારમાં આયોજિત સાંસદ ખેલ મહોત્સવ -2025 સ્પર્ધાના આયોજન અંતર્ગત નિવાસી અધિક કલેક્ટરશ્રી જશવંત જેગોડાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. મહેસાણા-4સંસદીય મતવિસ્તારના માણસા વિધાનસભા સહિતના રમતવીરોમાં રહેલા સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાના શુભ આશય સાથે યોગ્ય પ્રતિભાઓને શોધીને યોગ્ય તક આ૫વા માટે તથા રમતવીરોને સર્વાગી વિકાસ અર્થે સમગ્ર સંસદીય વિસ્તારમાં રમત ગમતના વાતાવરણનું નિર્માણ કરવું એ આ સસ્પર્ધાનો મુખ્ય ઉદેશ છે તેમ નિવાસી અધિક કલેકટર જશવંત જેગોડાએ જણાવ્યું હતું. સાંસદ ખેલ મહોત્સવ-2025 સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન વેબસાઇટ – https://sansadkhelmahotsav.in તા.29/08/2025થી તા.20/09/2025 સુઘી ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવેલ છે.

સાંસદ ખેલમહોત્સવ – 2025ની સ્પર્ધાઓ તા.21/09/2025થી તા.25/12/2025 દરમ્યાન મહેસાણા લોકસભા વિસ્તારમાં યોજાનાર છે. જે અંતર્ગત કુલ-8 રમતો કબડ્ડી, ખો-ખો, વોલીબોલ, હેન્ડબોલ, યોગાસન, કુસ્તી, બેડમિન્ટન, એથ્લેટીકસ જેવી રમત સ્પર્ધાઓ 17 વર્ષથી ઉ૫ર ભાઇઓ/બહેનો અને 17 વર્ષથી નીચે ભાઇઓ/બહેનો વયજુથમાં યોજાશે. આ સ્પર્ધાનો વિગતવાર કાર્યક્રમ તારીખ અને સ્થળ સહિતની વિવિધ બાબતો અંગે વિગતે બેઠકમાં ચર્ચા કરાઈ આ ઉપરાંત આ રમતોત્સવની માહિતી રમતવીરોને મળી રહે તે માટે સરદાર ૫ટેલ જિલ્લા રમત સંકુલ, પાંચોટ-મહેસાણાના કંટ્રોલ રૂમ મો.નંબર – 9173096635 કાર્યરત કરવા બેઠકમાં ચર્ચા કરાઈ હતી.

સાંસદ ખેલ મહોત્સવ આયોજન અંતર્ગત આયોજિત બેઠકમાં પ્રાંત અધિકારી મહેસાણા, જિલ્લા રમત ગમત અધિકારી વિરલ ચૌધરી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના અધિકારી કિલ્લોલબેન સાપરિયા, દિવ્યાંગ સંસ્થાના શ્રી વિષ્ણુભાઈ પટેલ, વ્યાયામ મંડળ ના પ્રતિનિધિઓ વિવિધ વિશ્વવિદ્યાલયના પ્રતિનિધિઓ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિ, જિલ્લા પ્રાથમિક અને શિક્ષણ વિભાગના અધિકારીશ્રીઓ, પ્રતિનિધિઓ, સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા…


