ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લામાં મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુના અધ્યક્ષસ્થાને માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ આ બેઠક હિંમતનગર ખાતે યોજાઈ આ બેઠકમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ હેઠળ જિલ્લામાં પૂર્ણ થયેલી અને બાકી રહેલી કામગીરીની વિગતવાર ચર્ચા કરવામાં આવી બૂથ લેવલ ઓફિસર (BLO) દ્વારા હાઉસ-ટુ-હાઉસ મુલાકાત દરમિયાન જે મતદારોના ગણતરી ફોર્મ જમા કરાવવાના બાકી તેમને સમજાવીને ફોર્મ જમા કરાવવા અનુરોધ કરાયો વધુમાં, પક્ષ તરફથી નિમણૂક પામેલા BLOને મતદારોને EF ફોર્મ (ગણતરી ફોર્મ) ભરવામાં, 2002ની યાદીમાં તેમના નામ શોધવામાં અને વૃદ્ધ, બીમાર, દિવ્યાંગ, ગરીબ તેમજ.

અન્ય સંવેદનશીલ જૂથના મતદારોને મદદરૂપ થવા અપીલ કરવામાં આવી ખાસ કરીને જે મતદારોને ફોર્મ ભરવામાં તકલીફ પડતી તેમને સહાય પૂરી પાડવા જણાવાયું આગામી તા. 16 ડિસેમ્બર, 2025 (મંગળવાર)ના રોજ પ્રાથમિક મતદારયાદી પ્રસિદ્ધ થનાર આ પ્રિ-ડ્રાફ્ટ રોલ માટે BLO દ્વારા સંબંધિત રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટ (BLA) સાથે યોજાનારી બેઠકોમાં સહકાર આપવા અપીલ કરવામાં આવી મતદારયાદીની ખાસ સુધારણા કાર્યક્રમ અંતર્ગત કોઈ પાત્ર નાગરિક બાકાત ન રહે અને કોઈ અપાત્ર વ્યક્તિનો સમાવેશ ન થાય તે રીતે ક્ષતિરહિત મતદારયાદી તૈયાર કરવા માટે માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોનો સાથ-સહકાર માંગવામાં આવ્યો.
![]()
-> કાર્યક્રમની સુધારેલી સમયસૂચિ પણ રજૂ કરવામાં આવી :- ગણતરીનો સમયગાળો 11 ડિસેમ્બર, 2025 (ગુરુવાર) સુધીનો જ્યારે મતદાન મથકોનું રેશનલાઇઝેશન પણ આ જ તારીખ સુધીમાં પૂર્ણ થશે, કંટ્રોલ ટેબલનું અપડેશન અને મુસદ્દા મતદારયાદીની તૈયારી 12 ડિસેમ્બર, 2025 (શુક્રવાર) થી 15 ડિસેમ્બર, 2025 (સોમવાર) દરમિયાન થશે, મુસદ્દા મતદારયાદીની પ્રસિદ્ધિ 16 ડિસેમ્બર, 2025 (મંગળવાર)ના રોજ નિર્ધારિત હકક દાવા અને વાંધા અરજીઓ 16 ડિસેમ્બર, 2025 (મંગળવાર) થી 15 જાન્યુઆરી, 2026 (ગુરુવાર) સુધી રજૂ કરી શકાશે, નોટિસ તબક્કો અને અરજીઓનો નિકાલ 16 ડિસેમ્બર, 2025 (મંગળવાર) થી 07 ફેબ્રુઆરી, 2026 (શનિવાર) સુધી ચાલશે, મતદારયાદીના હેલ્થ પેરામીટર્સની ચકાસણી અને ચૂંટણી પંચની પરવાનગી 10 ફેબ્રુઆરી, 2026 (મંગળવાર)ના રોજ મેળવવામાં આવશે, મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ 14 ફેબ્રુઆરી, 2026 (શનિવાર)ના રોજ થશે.


