સમસ્ત આદિવાસી સમાજ દ્વારા સુરત શહેરમાં ૯મી ઓગસટ ‘‘વિશ્વ આદિવાસી દિન’’ની દબદબાભેર ઉજવણી થાય તે માટે એક મોટી રેલીનું આયોજન અંગેની બેઠક યોજાઇ

July 28, 2022

ગરવી તાકાત સુરત : સુરત શહેરમાં ૯મી ઓગસ્ટે ‘‘વિશ્વ આદિવાસી દિન’’ ની ઉજવણી દબદબાભેર, ઉલ્લાસમય વાતાવરણમાં થઇ શકે તે માટે સર્વોદયનગર સોસાયટી, ભટાર ખાતે એક મિટીંગનું આયોજન કાન્તીભાઇ કુન્બીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. આ ઉજવણીમાં આવો બધા ને એક બીજાને હાથ મિલાવીને આપણે પણ આપણો વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમથી ઉજવણી કરીએ અને જેને પોતાના સમાજ પ્રત્યે થોડી પણ અનુકંપા હોય તો મને લાગે છે કે, આપણું મિશન જરૂરથી સફળ થયું કહેવાશે.

અને દરેક સભ્યો સહપરિવાર સહિત આવે તો વધુ સારૂ લાગશે. આ બેઠકમાં આદિવાસી રેલી સંબંધિત વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી. જેમાં સુરત શહેરમાં સમસ્ત આદિવાસી સમાજના વસતા સ્થાનિક તમામ સંગઠન મંડળોના વાજીત્રો સહિત વિવિધ રીત રીવાજો આદિવાસી સંસ્કૃતિ આધારિત રેલીમાં ખુબ મોટી સંખ્યામાં જોડાઇ તે માટેનું આયોજન કરવું અને સમાજમાં નોકરી ધંધા કરતા તમામ લોકોએ હાજર રહેવા અને રેલીને સફળ બનાવવા અત્યારથીજ આયોજનના ભાગરૂપે સમિતિઓને જવાબદારીઓની સોંપણી કરવામાં આવી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0