ગરવી તાકાત મહેસાણા : કડી પોલીસ સ્ટેશન ખાતે રવિવારે સવારે મુસ્લિમ સમાજના આગેવાનો સાથે મળી ને શાંતિ સમિતિ ની બેઠક યોજાઇ હતી. જેમાં કડી પોલિસ સ્ટેશન ના પી.આઇ ડી.બી. ગોસ્વામી ના અધ્યક્ષ સ્થાને આ બેઠક યોજાઇ હતી. શહેર ની અંદર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને મુસ્લિમ સમાજના ના સૌ લોકો શાંતિપૂર્ણ માહોલમાં આ રમજાન ઈદ નો તહેવાર શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે આ શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી.
કડીમાં રમજાન ઈદ ની નમાજ ઇદના દિવસે સવારે સાત વાગ્યે શાંતિ થી ઇદગાહ ખાતે અદા કરવામાં આવશે. ઈદ ના દીવસે ઈદ મિલન સમારોહમાં પોલીસ બંદોબસ્ત રહે અને ટ્રાફીક વ્યવસ્થા જળવાઈ રહે માટે આગેવાનો દ્ધારા રજુઆત કરવામાં આવી હતી અને મુસ્લિમ સમાજના આગેવાનો દ્ધારા પોલીસ ને જણાવવામાં આવ્યું હતું
કે આ ઈદ ના તહેવાર માં ઈદ મિલનમાં પણ એકબીજાને મળી ને ઉજવણી કરીએ છીએ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેનું ધ્યાન પણ રાખવામાં આવશે. કડી ના પી.આઇ ડી.બી. ગોસ્વામી એ મુસ્લિમ સમાજના આગેવાનો નો આભાર વ્યક્ત કર્યા હતો . અને મુસ્લિમ સમાજના લોકોને ઇદની શુભકામનાઓ પાઠવી હતી.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી