મહેસાણા જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ…

December 20, 2025

-> બેઠકમાં રજૂ થયેલા વિવિધ પ્રશ્નો અંગે કલેક્ટર એસ.કે. પ્રજાપતિએ સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા :

-> જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા તૈયાર કરવામાં આવેલ આયુષ કેલેન્ડર 2026 નું ઉપસ્થિત પદાધિકારીઓના હસ્તે વિમોચન કરાયું :

-> નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જિલ્લામાં ચાલી રહેલ SIRની કામગીરીથી પદાધિકારીઓને અવગત કરવામાં આવ્યા :

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લા કલેકટર એસ.કે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. જિલ્લા કલેક્ટરએ સંકલન સમિતિની બેઠકમાં રજૂ થયેલા વિવિધ પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠકમાં પદાધિકારીઓ તરફથી રજુ થયેલા પ્રશ્નોની સમીક્ષા કરતા કલેક્ટર દ્વારા જનપ્રતિનિધિઓના પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ કેન્દ્રિત કરી, સમય મર્યાદામાં તે પ્રશ્નોનો નિકાલ લાવવા ઉપસ્થિત અધિકારીઓને તાકીદ કરી હતી. આ બેઠકમાં લોકસભા સાંસદ હરિભાઈ પટેલે જિલ્લામાં શાળાઓની જમીન માટેની માંગણી સંદર્ભે અને DILR કચેરીમાં જમીન માપણી સંદર્ભે રહેલ પેન્ડિંગ અરજીઓ અંગે ખાસ ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવા જણાવ્યું હતું.

વધુમાં તેમણે જિલ્લામાં જર્જરીત હોય તેવા પુલો, કેનાલ બ્રિજ અને નાળાની યાદી તૈયાર કરવા, ઉપરાંત આગામી ઉનાળામાં પાણી બાબતે કોઈ તકલીફ ન રહે તે માટે જળસંચય અભિયાન અંતર્ગત જિલ્લાના તળાવો ભરવાનું અત્યારથી જ આયોજન કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં રાજ્યસભા સાંસદ મયંકભાઇ નાયકે મહેસાણા જિલ્લામાં ટીબી અંતર્ગત વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવે અને જિલ્લાના કર્મયોગીઓ પણ આ ટીબી મુક્ત અભિયાનમાં સહભાગી થાય તે માટે અપીલ કરી હતી. આ ઉપરાંત પ્રધાનમંત્રીની પહેલ અન્વયે સમગ્ર દેશમાં ચાલી રહેલા નિષ્ક્રિય એકાઉન્ટમાંથી નાણા પરત કરવાના અભિયાન અંગે લોકોને જાગૃત કરવા સૌને સહભાગી થવા જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે આગામી બે વર્ષમાં મહેસાણા જિલ્લાને ઝૂંપડપટ્ટીથી મુક્ત કરવા ઝુંબેશ હાથ ધરવા સૂચવ્યું હતું.

આ બેઠકમાં ધારાસભ્યઓ દ્વારા રખડતા ઢોર માટે કાયમી પશુ આવાસ, માપણી દરખાસ્ત, હોટલ, રેસ્ટોરન્ટના લાયસન્સ અંગે, ઊંઝા નગર શિક્ષણ સમિતિની શાસનાધિકારીની કચેરીના કર્મચારીના વેતન ચૂકવવા બાબતે, ખેરાલુ ખાતે નવીન સરકારી સાયન્સ કોલેજ, ડીવાયએસપી કચેરી અંગેની દરખાસ્તો અંગે, જિલ્લાની વિવિધ કચેરીઓમાં દિવ્યાંગજનો માટે નોકરીની તકો સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.  જિલ્લા કલેકટરએ સંબંધિત અધિકારીઓને પદાધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રશ્નોના નિકાલ માટે સૂચના આપી હતી. આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જિલ્લામાં ચાલી રહેલ SIRની કામગીરીથી પદાધિકારીઓને અવગત કરવામાં આવ્યા હતા.

બેઠકમાં જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા તૈયાર કરવામાં આવેલ આયુષ કેલેન્ડર 2026 નું ઉપસ્થિત પદાધિકારીઓના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મતી તૃષાબેન પટેલ, પાટણ લોકસભા સાંસદ ભરતસિંહ ડાભી, ધારાસભ્ય સર્વે મુકેશભાઈ પટેલ,કિરીટભાઈ પટેલ,સી.જે. ચાવડા, સુખાજી ઠાકોર, સરદારભાઈ ચૌધરી, રાજેન્દ્ર ચાવડા, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જૈસમીન, જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, નિવાસી અધિક કલેકટર જે.કે. જેગોડા, જિલ્લાના અધિકારીઓ, પ્રાંત અધિકારીઓ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0