ગરવી તાકાત થરાદ : થરાદ ખાતે થરાદ વાવ સુઈગામ,રાધનપુર દિયોદર અને ભાભર તાલુકાના એસ,એસ,બી ની તાલીમ પામેલ વોલેન્ટિર્સ ભાઈઓની મીટીંગ યોજવામાં આવી હતી જેમાં મીટીંગનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે એસ,એસ,બી ના વોલેન્ટિર્સ ભાઈઓને બાકાત કરી એસ એસ બી ડિપાર્ટમેન્ટ ને કેબિનેટ સેક્રેટરીની અંદરથી ગૃહ વિભાગમાં તબદીલ કરવામાં આવ્યો તે સમય
દરમિયાન આ વોલિટર્સ ભાઈઓને ડિપાર્ટમેન્ટ દ્વારા એક સાઈડ ઉપર કરવામાં આવ્યા હતા

જેનાથી ગુરીલા ફોર્સના જવાનો નારાજ થઈ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યા હતા, છેલ્લા ઘણા વર્ષો સુધી સુપ્રીમ કોર્ટમાં કેસ ચલાવેલ અને સુપ્રીમ કોર્ટ દ્વારા તારીખ 23 ઓગસ્ટ 2022 ના ગુરીલા ફોર્સ ની તરફેણમાં ચુકાદો આવતા તમામ ભાઈઓમાં ખુશીનુ વાતાવરણ છવાઈ ગયુ હતું જે સંદર્ભે આજે થરાદ એક હોટલ ખાતે તમામ ભાઈઓની મીટીંગ દ્વારા આભાર વ્યક્ત કરી આગામી આયોજન માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી
આપણી માંગણી મુજબની ડિપાર્ટમેન્ટ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પોલિસી રજૂ કરવા એસ એસ બી ડિપાર્ટમેન્ટ ને ચાર સપ્તાહનો સમય આપ્યો છે આ કેશને ચલાવવા યુનિયન ના પ્રમુખ રમેશભાઈ ડોહોટ,નભાભાઈ મનવર,સોનાભાઇ ચોહાણ તેમજ રમેશભાઇ પંડ્યા દેવરામ મિસ્ત્રી એ દિલ્હી ના આઠ વર્ષ સુધી ધકા ખાઈ સફળતા મેળવી છે તે બદલ તમામ સભ્યો એ આજે યુનિયન નો આભાર વ્યક્ત કર્યો હતો.
તસવિર અને અહેવાલ : નયન ચૌધરી – થરાદ