ગરવી તાકાત મહેસાણા : મહેસાણા શહેરી વિકાસ મંત્રી વિનોદ મોરડીયાના અધ્યક્ષ સ્થાને મહેસાણા સરકીટ હાઉસ ખાતે પદાધિકારીઓ બેઠર યોજવામાં આવી હતી. આ બેઠકમાં શહેરી વિભાગના કામોની સમીક્ષા કરાઇ હતી.જેમાં વિવિધ વિકાસના કામો ઝડપથી થાય તે માટે પદાધિકારીઓ દ્વારા સૂચનો કરવામાં આવ્યા હતા
આ બેઠકમા જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઇ પટેલ,,મહામંત્રીશ્રીઓ,જિલ્લાના પદાદિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.મંત્રીશ્રીએ આ બેઠકમાં જણાવ્યું હતું કે રાજ્યની વિવિધ નગરપાલિકાઓનું કામ ઝડપથી થાય તેને લગત વિવિધ પ્રશ્નોનું નિરાકરણ કરવું જરૂરી છે.
શહેરોને સ્વચ્છતા અભિયાન,નલ સે જલ તેમજ હાઉસીંગ યોજનાને વધુ પ્રાધાન્ય આપવા મંત્રીશ્રીએ અપીલ કરી હતી આ ઉપરાંત અન્ય પાલિકાના કામોની સમીક્ષા કરી વિવિધ સૂચનો કરવામાં આવ્યા હતા