પ્રાંતિજ નજીક દલપુર ગામ પાસે મોડી રાત્રે એક કન્ટેનરમાં લાગી ભીષણ આગ…

February 16, 2026

ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નજીક દલપુર ગામ પાસે મોડી રાત્રે એક કન્ટેનરમાં ભીષણ આગ લાગી અમદાવાદથી દિલ્હી તરફ જઈ રહેલા આ કન્ટેનરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું જોકે, કન્ટેનરના ચાલક અને કંડક્ટરનો આબાદ બચાવ થયો આ ઘટના અમદાવાદ-હિંમતનગર નેશનલ હાઈવે-૪૮ પર બની.

કન્ટેનર દલપુર પાસેથી પસાર થઈ રહ્યું ત્યારે ચાલકને આગ લાગ્યાની જાણ થતાં તેણે તાત્કાલિક વાહન રોડની બાજુમાં ઊભું રાખી દીધું આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું કન્ટેનરમાં બેટરી, LED બલ્બ, કમ્પ્યુટર અને વાસણો સહિતનો સામાન ભરેલો હતો, જે સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો.

ઘટનાની જાણ થતાં પ્રાંતિજ અને હિંમતનગર ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ફાયર ફાઈટરોએ ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાઈ રહ્યું સદનસીબે, કન્ટેનરમાં સવાર ચાલક અને કંડક્ટર સમયસર બહાર નીકળી જતાં તેમનો જીવ બચી ગયો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0