મહેસાણાના દેદીયાસણ GIDCમાં આવેલી પ્રિન્ટ પેક નામની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ…

June 3, 2025

મહેસાણા : મહેસાણા નજીક આવેલ દેદીયાસણ GIDCમાં પ્રિન્ટ પેક નામની ઇન્ક બનાવતી ફેક્ટરીમાં અચાનક આગ લાગી હતી. આગની જ્વાળાઓ ફેક્ટરી બહાર સુધી ફેલાઈ ગઈ ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખવામાં આવ્યા.

આગની જાણ થતાં આસપાસના લોકોએ તાત્કાલિક વાહનો દૂર હટાવી લીધા અને મહેસાણા મહાનગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરાતા બે ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા. આગ વધુ વિકરાળ બનતા ONGCનું એક ફાયર ફાઇટર પણ બોલાવવું પડ્યું હતું.

Massive fire breaks out at ink factory in Dediasan GIDC | દેદીયાસણ GIDCમાં  ઇન્ક ફેક્ટરીમાં ભીષણ આગ: 3 ફાયર ફાઇટરની મદદથી આગ કાબૂમાં, મોટું નુકસાન  થયાનો અંદાજ - Mehsana News ...

આસપાસની કંપનીઓમાં કામ કરતા લોકો પણ મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકત્રિત થયા હતા. ત્રણેય ફાયર ટીમોએ આગ પર કાબૂ મેળવવા સફળ પ્રયાસ કર્યો હતો. ફેક્ટરીમાં મોટા પ્રમાણમાં નુકસાન થયાનો અંદાજ છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

Massive fire breaks out at ink factory in Dediasan GIDC | દેદીયાસણ GIDCમાં  ઇન્ક ફેક્ટરીમાં ભીષણ આગ: 3 ફાયર ફાઇટરની મદદથી આગ કાબૂમાં, મોટું નુકસાન  થયાનો અંદાજ - Mehsana News ...

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0