વિસનગરના કાંસા ગામેથી ચોરાયેલા પલ્સર બાઇક સાથે શખ્સ ઝડપાયો 

May 6, 2023

મહેસાણા એલસીબીની ટીમે મહેસાણા લીંક રોડ પાસેથી ચોરીના બાઇક સાથે શખ્સને પકડ્યોં 

નવ મહિના અગાઉ વિસનગર તાલુકાના કાંસા ગામેથી બાઇકની ચોરી કરી હતી  

Sohan Thakor – મહેસાણા તા. 06 –  મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ મહેસાણા ટાઉનમાં પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન મહેસાણા લીંક રોડ ઉપર ચોરીના પલ્સર બાઇક સાથે ઉભેલા એક બાઇક ચોર ઇસમને ઝડપી પાડ્યો હતો.

મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ જે.પી.રાવના નેતૃત્વમાં પીએસઆઇ એચ.એલ. જોષી, હે.કો રમેશભાઇ, જયસિંહ, રાજેન્દ્રસિંહ, સુહાગસિંહ સહિતનો સ્ટાફ મહેસાણા શહેરમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન જયસિંહ તથા રાજેન્દ્રસિંહને ખાનગી બાતમી મળી હતી કે, મહેસાણા લિંક રોડ પર ઉમાનગર સોસાયટી પાસે એક ઈસમ પલ્સર બાઈક લઇ ઉભો છે. જેને પગલે એલસીબીની ટીમ ઘટના સ્થળે પહોંચી સોલંકી રાહુલ મહેન્દ્રભાઇ રહે. મહેશપાર્ક સોસાયટી, કલોલ મૂળ રહે. કાંસા વણકરવાસ તા. વિસનગરવાળાને ઝડપી લીધો હતો.

પોલીસ પૂછપરછ દરમિયાન બાઇક ચોર ઇસમે કબુલત કરી હતી કે નવ માસ અગાઉ કાંસા ગામમાં આવેલા એક મકાન આગળ પાર્ક કરેલ બાઇકની ચોરી કરી હતી. સમગ્ર કેસમાં મહેસાણા એલસીબી ટીમે RJ11 એસ.કે. 4229 નમ્બર નું 25,000 કિંમતનું બાઈક કબ્જે કરી અન્ય બાઇક ચોરીમાં સંડોવાયેલો છે કે કેમ તે બાબતની સમગ્ર તપાસ હાથ ધરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0