શિવરાત્રિના મેળાના ચોથા દિવસે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા, મુખ્યમંત્રીએ પણ હાજરી આપી

February 28, 2022

ગરવી તાકાત જૂનાગઢ: જૂનાગઢમાં ભવનાથ ખાતે બે વર્ષ બાદ યોજાઈ રહેલા શિવરાત્રીનો મેળો સોળે કળાઓ ખીલ્યો છે. હૈયે-હૈયું દળાઇ તેટલી જનમેદની ઉમટી રહી છે. શિવરાત્રિના મેળાના ચોથા દિવસે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા આનંદ ઉલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો. દરમિયાન આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જૂનાગઢ આવી પહોંચ્યા હતા અને ભવનાથમાં મુખ્યમંત્રીએ પૂજા-અર્ચના કરી સાધુ-સંતોના આશીર્વાદ લીધા હતા.

મુખ્યમંત્રી આજ રોજ સવારે 9 કલાકે ભવનાથ મંદિર ખાતે દર્શન-પુજન બાદ 9-40 કલાકે ગોરક્ષનાથ આશ્રમ પહોચ્યા હતા . ત્યારબાદ ભારતી આશ્રમ ખાતે ધર્મોત્સવમાં સહભાગી થવા સાથે ભારતીબાપુના સમાધીસ્થળના દર્શન કર્યા હતા. મુખ્યમંત્રી 10-50 કલાકે રૂદ્રેશ્વરજાગીર ભારતી આશ્રમની મુલાકાત લઇ સંતો-મહંતોના આશીર્વાદ લીધા હતા.

ભવનાથ તળેટી ખાતે પાંચ દિવસીય મહાશિવરાત્રિના મેળાનો ગત્ શુક્રવારે શુભારંભ થયો છે ત્યારથી જ લોકો અવિરત ઉમટી રહ્યા છે. દેશભરમાંથી સાધુ સંતો મોટી સંખ્યામાં ગીરનાર તળેટી ખાતે ઉમટી પડીને અહીં છાવણી નાખી ધૂણી ધખાવી છે. જેના દર્શન કરવા લોકોના ટોળેટોળા આછવણી ખાતે ઉમટી રહ્યા છે.

ભારતી આશ્રમ ખાતે ભારતીબાપુની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગમાં મુખ્યમંત્રીની સાથે મોરારી બાપુ પણ ઉપસ્થિત રહ્યા હતા, મોરારી બાપુ દરેક વખતે શિવરાત્રીના મેળામાં અચૂક હાજરી આપે છે. તેમણે મુખ્યમંત્રી વિશે જણાવ્યું હતું કે ભોળાનાથની નગરીમાં ‘ભોળા’ મુખ્યપ્રધાન પધાર્યા છે. તેમણે એમ પણ કહ્યું કે તમારું ભોળપણ જળવાઈ રહે તવી પ્રાર્થના કરું છું. તેમણે કહ્યું કે જે સાધુ સંતોના આનુશાસનમાં રહેશે ત્યાં જ રામરાજ્ય રહેશે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગિરનારની ભૂમિ પર આવ્યો એટલે સારા વિચારો આવે છે. અહીં જીવ અને શિવનું મિલન થાય છે. ભગવાન સાથે નાતો સીધો ન થઇ શકે, તનું માધ્યમ સાધુ સંતો છે. હું સંતોના આશીર્વાદ લેવા આવ્યો છુ. સંતોના આશીર્વાદથી ગુજરાતની પ્રગતિ થતી રહે તેવી મનોકામના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંતોના ખૂબ આશિષ મળ્યા છે અને અમે એ જ કેડી પર ચાલી રહ્યા છીએ

— ઓપરેશન ગંગા હેઠળ ગુજરાતનાં અટવાયેલા વિદ્યાર્થીઓ પરત ફરવાના શરૂ, 100 વિદ્યાર્થી પહોચ્યા ગુજરાત, આંતરરાષ્ટ્રીય સંબંધ ભારતને કામ લાગ્યા: જીતુ વાઘાણી

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0