ભારત દેશની એકતા અને અખંડિતતાના હિમાંયતી લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની 146મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગ રૂપે કડી છત્રાલ રોડ ઉપર આવેલા કોટન માર્કેટ ખાતે બાઇક રેલી યોજાઈ હતી.
આ બાઈક રેલીનું આયોજન ભારતીય જનતાપાર્ટી કડી શહેર તથા તાલુકો અને સત્તાવીસ માળ સરદાર યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. બાઈક રેલીનું પ્રસ્થાન કડી છત્રાલ રોડ ઉપર આવેલા કોટન માર્કેટ ખાતે સરદાર વલ્લભભાઈ પ્રતિમાને ફૂલહાર પહેરાવીને કરવામાં આવ્યું હતું. આ રેલી કડી શહેરના વિવિધ માર્ગો ઉપર ફરીને કડી માર્કેટયાર્ડ ખાતે સમાપન કરવામાં આવ્યું હતું. કડી એ.પી.એમ.સી ચેરમેન રાજેન્દ્રભાઇ, કડી નગરપાલિકા પ્રમુખ ભરતભાઈ પટેલ, તથા કડી નાગરિક બેંક ચેરમેન પિયુષભાઈ પટેલ તથા કડી શહેર ભારતીય જનતા પક્ષ પ્રમુખ જશુભાઇ પટેલ,મહામંત્રી જીગ્નેશભાઈ,મહામંત્રી પારસભાઈ કરણિક, સત્તાવીસ સમાજ મુકેશભાઈ પટેલ, 27 સમાજના યુવાનો સરદાર યુવક મંડળ તથા જિલ્લા મહામંત્રી યુવા મોરચા ચિરાગ પટેલ તથા કડી શહેર યુવા મોરચા પ્રમુખ કિન્તુભાઈ પટેલ, મહામંત્રી બિપીનભાઈ પટેલ તથા કડીના તમામ મોરચાના પદાધિકારીઓ હાજર રહ્યા હતા.
કડી જકાતનાકા પાટીદાર પરિવાર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીની પૂર્વ સંધ્યાએ આતશબાજી કરાઈ
કડી જકાતનાકા પાટીદાર પરિવાર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની 146મી જન્મ જયંતીની પૂર્વ સંધ્યાએ જકાતનાકા ખાતે આતશબાજી કરીને જન્મજયંતિની ઉજવણી કરાઈ હતી. કડી જકાતનાકા ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતીની પૂર્વ સંધ્યાએ આતશબાજી કાર્યક્રમમાં પટેલ બળદેવભાઈ (મોરવા) એ.પી.એમ.સી વાઈસચેરમેન, પટેલ દિપકભાઈ(મુન્નાભાઈ),પટેલ બલવંતભાઈ (બલ્લુભાઈ), પ્રદીપભાઈ (જયભગવન),શુરેશભાઈ,ગૌતમભાઈ પટેલ,નીરવભાઈ,બિપીનભાઈ, પંકજભાઈ(A વન) વિપુલભાઇ(A વન) અને જકાતનાકા પાટીદાર પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.