ગુજરાતી માલિકે અમેરિકામાં મહેસાણાના કામદારને ઢોર માર માર્યો

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત તા. 07 – ગુજરાતીઓ ગમે તે ભોગે અમેરિકા જવા માંગતા હોય છે. તેમા પણ ઉત્તર ગુજરાતના ગુજરાતીઓમાં અમેરિકા જવામાં વધુ ઘેલછા હોય છે. એકવાર અમેરિકા પહોંચી જઈએ એટલે લાઈફ સેટ થઈ જશે. એવુ જો તમે માનતા હોવ તો તમે સાવ ખાટો છે. વિદેશ જવાની ઘેલછા તમને ભારે પડી શકે છે. તેનો બોલતો પુરાવો સામે આવ્યો છે. સાત સમુદ્ર પાર અમેરિકાની ધરતી પર એક ગુજરાતી યુવક સાથે ક્રુરતા આચરાાઈ છે.

એસ.ટી. બસપોર્ટ પાસે રીક્ષા ચાલકોની દાદાગીરી: ડ્રાઇવર સાથે મારામારી - At  This Time

એક ગુજરાતીએ જ બીજા ગુજરાતી સાથે ખરાબ વ્યવહાર કર્યો. ગુજરાતી સ્ટોર માલિકે ગુજરાતી કામદારને માર મારવાનો વીડિયો સામે આવ્યો છે. એક-બે વાર નહિ, આ ગુજરાતી સ્ટોર માલિક ગુજરાતી કામદારને કેટલાક વાર સ્ટોરમાં પીટી રહ્યો છે. 2 ડોલર કમાવવા ગયેલો વ્યક્તિ માલિકની ક્રુરતા સામે લાચાર છે, અને માર ખાઈ પણ રહ્યો છે.

વિદેશમાં સંબંધીઓ દ્વારા ક્રૂરતાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં તેજીથી વાયરલ થઈ રહ્યો છે. ન્યૂયોર્કમાં કરિયાણીની દુકાનમાં દુકાનના માલિકે ત્યાં કામ કરતા તેના સંબંધીને ક્રૂરતાથી માર મારી રહ્યા હોય તેવું વીડિયોમાં દેખાઈ રહ્યું છે. વાયરલ વીડિયોમાં દુકાન માલિક દુકાન પર કામ કરતા તેના સંબંધીને વારંવાર અપમાનિત અને મારપીટ કરી રહ્યો છે. દુકાનનો માલિક ગાંધીનગરના ભાવપુરા ગામનો વતની અને કામદાર સંબંધી મહેસાણાના જેતલપુરનો વતની હોવાનું ચર્ચાય છે. આ કામદાર સારા જીવન માટે ગેરકાયદેસર અમેરિકા ગયો હતો, તેથી તે અહી કામ કરવા માટે મજબૂર છે.

માહિતી એવી પણ છે કે, આ કામદાર વ્યક્તિ તેના સંબંધીના સ્ટોરમાં જ કામ કરે છે. એટલે બંને પરિચિત જ છે. સ્ટોરના CCTV કેમેરાના ફૂટેજના ત્રણ અલગ અલગ ફૂટેજ છે. એક ફૂટેજમાં ગુજરાતી સ્ટોર માલિક તેના કામદારને મારતો અને દુર્વ્યવહાર કરતો બતાવે છે. બીજા ફૂટેજમાં, દુકાનની માલિકની પત્ની તે કામદાર વ્યક્તિ સાથે દુર્વ્યવહાર કરતી જોવા મળે છે અને ત્રીજા ફૂટેજમાં, દુકાનનો માલિક ત્યાં કામ કરતા કામદારને લાત મારતો જોવા મળે છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.