કાંકરેજમાં તાણા ગિરિરાજ સોસાયટીમાં પૂ.જલારામ બાપાનાં ભજન સત્સંગનો ભવ્ય કાર્યક્રમ યોજાયો

June 3, 2022

— તાણા ગિરિરાજ સોસાયટીમાં પૂ.જલારામ બાપાનાં ભજન સત્સંગનો ભવ્ય કાર્યક્રમ યોજાયો :

ગરવી તાકાત કાંકરેજ : કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં ઠેર ઠેર દર ગુરૂવારે શ્રી જલારામ બાપાનાં ભજન સત્સંગ નો કાર્યક્ર્મ અવિરત ચાલી રહ્યો છે.ત્યારે તા.૦૨/૦૬/૨૦૨૨ ને ગુરૂવારના રોજ રાત્રે ૮.૧૫ થી ૧૧  કલાક ઘેઘુરવડથી  પ્રખ્યાત તાણા ખાતે ચામુંડા માતાજીના સાનિધ્ય માં આવેલ ગિરિરાજ સોસાયટી માં રહેતા હાલાણી ભરતકુમાર નવીનભાઈ (જય ભોલે)ના પુત્ર “રુદ્ર”ના જન્મ દિવસ નિમિત્તે શ્રી જલારામ બાપાના ભજન-સત્સંગ યોજાયેલ.
સેવા રૂપે પંખી માટે પાણીના કુંડા પ્રસાદી રૂપે બધાજ હરિ ભક્તોને આપી.અત્યારના ફાસ્ટ ચાલતા યુગમાં એમની આવી સારી વિચારધારા ને વંદન. ભજન કીર્તનમાં શ્રી જલારામ ભક્ત મંડળના રમીલાબેન ઠક્કર વડાવાળા,અંજુબેન બી.ઠક્કર, તરૂંણાબેન ઠક્કર,રમીલાબેન ઠક્કર માનપૂરાવાળા,શિલ્પાબેન ઠક્કર,અલ્કાબેન ગોક્લાણી, વર્ષાબેન ઠક્કર શાકભાજીવાળા, હરિભાઈ એમ.સોની,યોગેશભાઈ રમેશભાઈ ઠક્કરના મુખારવિંદે તેમજ તબલા વાદક  રવિ જોષી ના તાલે,કીબોર્ડ માસ્ટર હસમુખભાઈ બી. પ્રજાપતિના સૂરો સાથે શ્રી જલારામ બાપાનાં ભજન સતસંગનો કાર્યક્ર્મ યોજાયો હતો.
આ પાવન પ્રસંગે અચરતલાલ સી.ઠક્કર,રૂવેલ સરપંચ વસંતલાલ ઠક્કર, પ્રહલાદભાઈ ઠક્કર ઉણવાળા, નિરંજનભાઈ એ.ઠક્કર,રાજુભાઈ ઠક્કર લાટી તેમજ શ્રી જલારામ બાપા ના ભાવિક ભક્તો,ભીઈઓ -બહેનો,માતાઓ,વડીલો બાળકો તેમજ શ્રી જલારામ મંદીર થરાના ટ્રસ્ટી ગણ સહિત વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તજનોએ આ કાર્યક્રમ લાભ લીધેલ.ખૂબ જ સરસ ભક્તિમય વાતાવરણમાં સૌને આનંદ આવેલ તેમજ આ કાર્યક્રમ મા પધારેલ સૌનો ભરતભાઈ ઠક્કર પરિવારે આભાર માન્યો હતો.
તસવિર અને અહેવાલ :  માનસિંહ ચૌહાણ કાંકરેજ 
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0