સ્વ.માનસિંહભાઇ પટેલની ૧૦૩મી જન્મજયંતિ નિમિત્તે ચરાડા ખાતે ભવ્ય સમારોહ યોજાયો

November 15, 2022

— માણસાના ચરાડા ખાતે યોજાયેલા અર્બુદા સેનાના સ્નેહમિલન સમારોહમાં બે લાખથી વધુ જનેમેદની ઉમટતાં સામિયાણા પણ નાના પડ્યાં :

— ચરાડાના મહા સંમેલનમાં સમાજની એકતા અને અસ્મિતાના દર્શન

— પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીએ ચૂંટણી નહીં લડવાનો કર્યો ર્નિણય

— અર્બુદા સેના ચૂંટણીમાં કોઈ રાજકીય પક્ષને સમર્થન નહીં કરે

— અર્બુદા સેના માત્ર સામાજિક મુદ્દાઓને લઇ કરશે કામગીરી

ગરવી તાકાત મહેસાણા :  દૂધસાગર ડેરીના આદ્યસ્થાપક અને લાખો પશુપાલકોની કારકિર્દી ઘડવામાં મહત્વનું યોગદાન આપનાર તેમજ શ્વેતક્રાંતિની પ્રણેતા એવા સ્વ.શ્રી માનસિંહભાઇ પૃથ્વીરાજ પટેલની ૧૦૩મી જન્મજયંતિ નિમિત્તે માણસા તાલુકાના ચરાડા ગામે અર્બુદા સેના દ્વારા આંજણા ચૌધરી સમાજના યોજાયેલા આ મહાસંમેલનમાં સમાજની એકતા અને અસ્મિતાના દર્શન થયા હતા. બે લાખ કરતાં વધુ અર્બુદા સેનાના હોદ્દેદારો કાર્યકરો અને આંજણા ચૌધરી સમાજના તમામ પરિવારો ઉમટી પડયા હતા. સમગ્ર ગુજરાતના આંજણા ચૌધરી સમાજના વિશાળ સંમેલનમાં અગાઉના તમામ રેકોર્ડ તોડી વિશાળ જનમેદની ઉમટી પડતાં સમિયાણો પણ નાનો પડ્યો હતો જેની સમાજના આગેવાનો, રાજકિય વિશ્લેષકોને પણ વિચારતાં કરી મુક્યા હતા.

ચરાડામાં આજે મંગળવારે વહેલી સવારથી જ સમગ્ર ગુજરાતમાંથી આંજણા ચૌધરી સમાજ અને અર્બુદા સેનાના કાર્યકર આગેવાનોથી સામિયાણો પણ નાનો પડ્યો હતો. મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, મહીસાગર, અમદાવાદ શહેર અને જિલ્લા સહિતના મોટી સંખ્યામાં આંજણા ચૌધરી સમાજના ભાઇઓ બહેનોની જનમેદનીથી મિની કુંભ ઉભરાયો હતો. આ સ્નેહ મિલન સમારોહમાં સમાજના આગેવાનોએ સ્ટેજ પરથી ઉપસ્થિત જનેમેદનીને સંબોધન કર્યુ હતું અને સ્વ. માનસિંહભાઇ પટેલની ૧૦૩મી જન્મજયંતિ નિમિત્તે મંચસ્થ તમામે તેમના દ્વારા સમાજના ઉત્થાનનું જે સરાહનીય કાર્ય કરી લાખો પશુપાલકોના જીવનમાં મહત્વનું યોગદાન આપ્યું છે

તે માનસિંહભાઇ પટેલની યશગાથાના વર્ણન કરી વિપુલભાઇ ચૌધરીનો આભાર વ્યક્ત કરી વિપુલભાઇ ચૌધરીના માર્ગદર્શન હેઠળ અને તેમના દિશા નિર્દેશ મુજબ અર્બુદા સેના આગળ વધશે તેમ જણાવ્યું હતું. અર્બુદા સેનાના આ સ્નેહમિલન સમારોહમાં મહત્વની બાબત એ રહી હતી કે મંચસ્થ કોઇપણ આગેવાનો દ્વારા રાજકિય બાબતોની તદ્‌ન અવગણના કરી હતી અને આગામી સમયમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં કોઇપણ રાજકિય પાર્ટીનો વિરોધ, કે સમર્થન અંગે પણ કોઇ પ્રકારની જાહેરાત કરી ન હતી. અર્બુદા સેનાના આ સંમેલનનો આશય માત્રને માત્ર સમાજને સંગઠિત, સેનાને મજબૂત અને સમાજની એકતા અને અસ્મિતા પર ભાર મુકવામાં આવ્યોં હતો. મહત્વનું એ પણ છે કે, અર્બુદા સેનાએ પોતાના રાજકિય સ્ટેન્ડ સસ્પેન્સ રાખ્યું છે.

— ઉત્તર ગુજરાતની આઠ બેઠકો ઉપર ભાજપને ફાયદો થશે

દૂધસાગર ડેરીના સ્થાપક સ્વ. માનસિહભાઇ ચૌધરીની પુણ્યતિથી નિમિત્તે આજે ચરાડામાં અર્બુદા સેના દ્વારા વિશાળ સંમેલન બોલાવવામાં આવ્યું હતું. અગાઉ એવી પણ જાહેરાત કરવામાં આવી હતી કે, આજની સભામાં આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ હાજરી આપશે અને વિપુલ ચૌધરી પણ આપ પાર્ટીમાંથી વિસનગર બેઠક પરથી ચૂંટણી લડશે. છેલ્લા બે ત્રણ દિવસથી ભાજપ આ સંમેલનને ગંભીરતાથી લીધું હતું અને આમ આદમી પાર્ટી કોઇ મોટો રાજકિય લાભ લઇ ન જાય તે માટે આંજણા ચૌધરી સમાજના દૂતોને સમજાવટ માટે દોડાવ્યા હતા અને તેમાં મહ્‌દઅંશે સફળતા મળી છે. ગત મોડી રાત સુધી ભાજપના મોટા ગજાના આંજણા ચૌધરી સમાજના નેતાઓએ અર્બુદા સેનાના નેતાઓ વચ્ચે બેઠક કરી હતી અને આખરે ઘીના ઠામમાં ઘી ઠલવાયું હતું અને મામલો થાળે પડ્યો હતો. અર્બુદા સેનાએ ચૂંટણીને લઇ મહત્વનો નિર્ણય કર્યો છે.

અર્બુદા સેના ચૂંટણીમાં કોઇ રાજકિય પક્ષને સમર્થન કરશે નહી. આ ઉપરાંત અર્બુદા સેનાનો કોઇ સભ્ય ચૂંટણી લડશે નહી. અર્બુદા સેના માત્ર સામાજિક મુદ્દાઓને લઇ કામગીરી કરશે. અર્બુદા સેના સંપૂર્ણ બિનરાજકિય સંગઠન તરીકે કામ કરશે. વિધાનસભાની ચૂંટણીને લઇને રાજ્યના પૂર્વગૃહમંત્રી વિપુલ ચૌધરી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી આપમાં જાેડાશે તેવી અટકળો ઘણા સમયથી ચાલી રહી હતી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે, અર્બુદા સેનાને હવે રાજકિય રંગ લાગી શકે છે. વિપુલ ચૌધરી અને અર્બુદા સેનાના સમર્થકો આપમાં સાથે જાેડાશે જાે કે હે આ તમામ અટકળોનો અંત આવ્યો છે. અર્બુદા સેનાએ નિર્ણય કર્યો છે કે તે ચૂંટણીમાં કોઇ રાજકિય પક્ષને સમર્થન કરશે નહી.

— આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને હાશકારો થયો :

વિસનગરની બેઠકમાં આંજણા ચૌધરી સમાજની મોટી વોટબેંક છે ત્યારે અર્બુદા સેના દ્વારા કરવામાં આવી રહેલા વિરોધના વંટોળની અસર ઋષિકેશભાઇ પટેલ પર પડવાની શક્યતા હતી અને ચૌધરી સમાજના મોટા પ્રમાણમાં મતોનું નુકશાન થવાની શક્યતાઓ સેવાતી હતી પરંતુ આજે કરેલા અર્બુદા સેનાના નિર્ણયથી હવે વિપુલભાઇ આપમાં જાેડાવવાની બાબત પર પૂર્ણવિરામ મુકાતાં અને કોઇ પક્ષનો વિરોધ કે સમર્થન નહી કરવાની જાહેરાતથી ઘીના ઠામમાં ઘી ઠલવાયું હતું અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને હાશકારો થયો હતો. છેલ્લા કેટલાય સમયથી અર્બુદા સેના અને આંજણા ચૌધરી સમાજ ભાજપ સરકાર સામે બાયો ચડાવી હતી અને આરપારની લડાઇ લડી લેવા મક્કમ બની હતી. વિપુલ ચૌધરીને મુક્ત કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવતી હતી. અને ચૂંટણીમાં ભાજપને પોતાની તાકાતનો પરચો બતાવી દેવાના અર્બુદા સેના લડત આપતી હતી.

વિપુલ ચૌધરી જેલમાં રહીને પણ વિધાનસભાની ચૂંટણી લડશે તેવી અટકળો પણ તેજ થઇ હતી અને આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડવામાં આવશે તેવું એલાન કરવા માટે આજે ગાંધીનગરના ચરાડા ખાતે અર્બુદા સેનાએ વિશાળ સંમેલન બોલાવ્યું હતું. જાે કે આ પહેલા ઉત્તર ગુજરાતના આંજણા ચૌધરી સમાજના મોટા ગજાના નેતાઓ સક્રિય થયા હતા અને સમજાવટના અંતે આજે યોજાયેલા સંમેલનમાં અર્બુદા સેનાએ કોઇ રાજકિય પાર્ટીને સમર્થન નહી આપવાનો નિર્ણય કર્યો હતો. અર્બુદા સેના કોઇ પણ રાજિકિય પાર્ટીને સમર્થન નહી કરે તેવો મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ જાહેરાતથી સૌથી મોટા ફાયદો વિસનગરથી ચૂંટણી લડતાં આરોગ્યમંતરી ઋષિકેશ પટેલને થયો છે કેમ કે અહીંયા ૩૦ હજાર કરવાં વધારે આંજણા ચૌધરી સમાજના મતદારો ભાજપથી વિરુદ્ધ ચાલી રહ્યા હતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0