મહેસાણાના તરભ ખાતે રબારી સમાજના ગુરૂ બળદેવગીરી બાપુની પુર્ણતિથી નિમીત્તે ભવ્ય ભંડારો યોજાયો હતો. જેમાં ગુજરાત અને ગુજરાત બહારથી મોટા અખાડાના અનેક સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા. આ ભંડારામાં બળદેવગીરી બાપુની સમાધીનુ પુજન કરવામાં આવ્યુ હતુ.
મહેસાણા જીલ્લાના વિસનગર તાલુકામાં આવેલ રબારી સમાજની ગુરૂ ગાદી તરભ મુકામે ભવ્ય ભંડારો યોજાયો જેમાં અનેક રાજકીય તથા બીન રાજકીય આગેવાનો તથા ભુવાજીઓ અને સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બળદેવગીરી બાપુની પ્રથમ પુર્ણ તીથી નિમિત્તે આ ભંડારાનુ આયોજન કરાયુ. સમગ્ર ગુજરાત રબારી સમાજની ગુરૂગાદી તરભ વાળીનાથ તરીકે ઓળખાય છે.મૂળ મહેસાણાના મેવડ ગામના મહંત બળદેવગીરીજી બાપુનો જન્મ બનાસકાંઠાના નેસડા ગામે થયો હતો. 4 વર્ષની નાની ઉંમરે તરભ વાળીનાથ અખાડામાં આવ્યા હતા. તેઓએ 12 વર્ષની ઉંમરે ગુરૂ સૂરજગીરીજી મહારાજના આદેશથી ભગવો ભેખ ધારણ કરી તરભ ગાદી સંભાળી હતી. બળદેવગીરીજી બાપુએ તેમના જીવનકાળમાં ખેતી, પશુપાલન, અન્નક્ષેત્ર, શિક્ષણકાર્યો સાથે ગાંધીનગર કન્યા છાત્રાલય, પાટણની કુમાર છાત્રાલયની મદદ કરી હતી. દર વર્ષે બાળકોને પાઠ્યપુસ્તક ઉપરાંત ગરીબ અને જરૂરમંદ તેજસ્વી બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે મદદ કરે છે.
રબારી અને અન્ય સમાજોના શિક્ષણ સમારંભમાં બાપુ અવશ્ય હાજરી આપતા. દ્વારકા અને ડાકોર ધામમાં પ્રવેશદ્વાર બનાવી યજ્ઞો કર્યા હતા. રણુંજામાં રામદેવરા ખાતે ભવ્ય ધર્મશાળા બનાવી અને દર બીજે સદાવ્રતનો આરંભ કર્યો હતો. તરભ ગામે ચરણગીરીજી વિદ્યાલયનું નિર્માણ ઉપરાંત પુસ્તકાલય, આર્યુવેદિક દવાખાનું, પશુ દવાખાનુ, બસ સ્ટેન્ડ, ભવ્ય પ્રવેશદ્વાર સાથે 5 લાખ લિટર ક્ષમતાની પાણીની ટાંકીના નિર્માણમાં આર્થિક મદદ કરી હતી. વિસનગરમાં માલધારી સમાજની સંસ્કૃત પાઠશાળાના નિર્માણમાં આર્થિક મદદ કરી હતી. 103ની વર્ષની વયે 24 ડિસેમ્બરના રોજ બાપુ બ્રહ્મલીન થયા હતા.
બળદેવગીરી બાપુએ માંદગી દરમ્યાન પ.પુ. જયરામગીરીને કહેલ કે, રબારી સમાજ દ્વારા અમદાવાદ ખાતે રેક્ટ શૈક્ષણીક સંકુલ ઉભુ કરવામાં આવી રહ્યુ છે તો વાળીનાથ મંદીર દ્વારા પણ આ શૈક્ષણી સંસ્થાને દાન આપવાનો વિચાર વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ ભંડારામાં રબારી સમાજ દ્વારા બ્લડ ડોનેશન દ્વારા 151 બોટલો એકત્રીત કરવામાં આવી હતી. આ કાર્યક્રમથી વાળીનાથ મંદીરથી રબારી સમાજ દ્વારા નવો રાહ ચીંધવામાં આવ્યો. ભંડારા દરમ્યાન વાળીનાથ મંદીરના જયરામગીરીએ તમામ સાધુ-સંતોનુ સન્માન કર્યુ હતુ. સાંજના સમયે મહાઆરતી તથા રાત્રી દરમ્યાન સંતવાણી અને લોકડાયરાનુ આયોજન કરવામાં આવ્યુ છે. આ સંપુર્ણ ભંડારાનુ આયોજન કનુભાઈ, લાલજીભાઈ દ્વારા કરાયુ હતુ.