નવા વાડજ વિસ્તારના લાભાર્થે નિઃશુલ્ક થાઇરોઇડ તપાસ નિદાન કેમ્પ યોજાયો 

May 21, 2023

ઉમેશ પટેલનો જન્મદિવસ હોવાથી શુભેચ્છા આશીર્વાદ ઉપસ્થિત રહેલાં સૌએ પાઠવ્યા હતા

અમદાવાદ તા. 21 – તા.૨૦-૫-૨૦૨૩ શનિવારે નારણપુરા નવા વાડજ વિસ્તારમાં રહેતા રહીશોના લાભાર્થે સવારે ૯-૦૦ થી ૧૧-૦૦ દરમ્યાનમાં નિ:શુલ્ક થાઈરોઈડ તપાસ નિદાન કેમ્પનું આયોજન ડૉ.બી.ટી.પટેલ ક્લિનિક, ચક્રવર્તી કોમ્પલેક્ષ, કિરણ પાર્ક સામે,નવા વાડજ ખાતે ABBOTT કંપની, ડૉ. ભીખુભાઈ પટેલ, જાયન્ટ ગૃપ ઑફ અમદાવાદ મેઈન સાહેલી, ગાયત્રી પરિવાર નારણપુરા, આશીર્વાદ ફાઉન્ડેશન અને ઉમેશ પટેલ, પંકજ જોષી, વાસુભાઈ ગોહેલ, વિપુલ ચૌધરી મિત્રોના સહયોગથી કરવામાં આવ્યું હતું.

જેમાં થાઈરોઈડની નિ:શુલ્ક તપાસ બહેનો,સીનીયર સીટીઝન વડીલોની કરવામાં આવી હતી જાયન્ટ ગૃપ ઑફ અમદાવાદ મેઈન સાહેલીના વીણાબેન પટેલ અને કાર્યકર્તાઓ ગાયત્રી પરિવાર નારણપુરાના કનુભાઈ પટેલે હાજર રહી કેમ્પનું આયોજન સફળ બનાવ્યું હતું જોગાનુજોગ કાર્યકર્તા ઉમેશ પટેલનો જન્મદિવસ હોવાથી શુભેચ્છા આશીર્વાદ ઉપસ્થિત રહેલાં સૌએ પાઠવ્યા હતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0