શ્રી કડવા પાટીદાર બેતાલીસ સમાજ એકતા વિકાસ મંચ તેમજ હરિ કન્સલ્ટન્સી ના સંયુક્ત ઉપક્રમે આયોજિત ઉંચી ઉડાન કાર્યક્રમ અંતર્ગત વિદેશ જવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે ફ્રી સેમિનારનું આયોજન ભોજન સંભારભ સાથે ચંપાબા રતિલાલ કડી ટાઉન હોલ ખાતે કરવામાં આવ્યું જેમાં 100 જેટલા વિદ્યાર્થીઓએ તેમના વાલીઓ સાથે ફ્રી સેમિનાર-માર્ગદર્શનનો લાભ લીધો. કાર્યક્રમને સફળ બનાવવા માટે બેતાલીસ કડવા પાટીદાર એકતા વિકાસ મંચના ગૌતમભાઈ પટેલ, તારકભાઇ પટેલ તેમજ અન્ય સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમ પૂર્ણ થયો હતો.