સ્વ.નારસિંહજી છગનજીની દ્રિતીય વાર્ષિક શ્રદ્ધાંજલિ નિમિત્તે વિના મૂલ્યે નિદાન સારવાર કેમ્પ યોજાશે

શેર કરવા અહીં ક્લિક કરો.

રજીસ્ટ્રેશન કરાવવા માટે આ મોબાઇલ નંબર 87589 66589 ઉપર વોટ્‌સએપ અથવા કોલ કરીને નામ સાથે વિગત મોકલવી

અનુપ માર્કેટ, જીઇબીની બાજુમાં કે.કે.સ્કૂલની પાસે વિસનગર રોડ, મહેસાણા ખાતે આ કેમ્પ યોજાશે

પ્રથમ ૧૦૦ નંબર લેવામાં આવશે. આ નિદાન સારવાર કેમ્પમાં નામાંકિત તબીબ ડો. જીલ પટેલ, ડો. મેઘા કે.પટેલ, ડો. ઝરના બારોટ,  ડો. ભૂમિ પટેલ દ્વારા તપાસ કરવામાં આવશે

ગરવી તાકાત, મહેસાણા તા. 29 – મહેસાણાના નગરસેવક જયદિપસિંહ ડાભીના પિતાશ્રી સ્વ. નારસિંહજી છગનજીની દ્રિતીય વાર્ષિક શ્રદ્ધાંજલિ નિમિત્તે ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટ અને જયવીર સ્પોર્ટસ કલબ દ્વારા વિના મૂલ્યે નિદાન કેમ્પનું તારીખ ૨-૧૨-૨૦૨૩ શનિવારે સવારે ૯-૩૦થી ૧૧-૩૦ દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે.

સિહોરના નગરજનો માટે રવિવારે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ તેમજ સારવાર  કેમ્પનું આયોજન - Shankhnad News

જેમાં અમદાવાદના ગોલ્ડ મેડાલીસ્ટ ઓર્થોપિડીક ડોક્ટર દ્વારા અને ખ્યાતનામ ફિઝીયોથેરાપીસ્ટ દ્વારા ઓર્થોપિડીક અને ફિઝીયોથેરાપી નિદાન અને સારવાર કેમ્પ ૧૬/૧૧ ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટ જન સેવા કેન્દ્ર એકટીવ કેર ફિઝીયોથેરાપી કેન્દ્ર, અનુપ માર્કેટ, જીઇબીની બાજુમાં કે.કે.સ્કૂલની પાસે વિસનગર રોડ ખાતે આ કેમ્પ યોજાશે. વિનામૂલ્યે નિદાન અને સારવારમાં ઢીચણ, કમર અને ગરદનનો દુખાવો, સાઇટીકા, વા, ખભાના દુખાવો, સ્નાયુનું ખેંચાણ, ગાદીનું દબાણ, સાધાના દુઃખાવા જેવા દરેક રોગોની સારવાર અને બેઝિક બોડી ચેકઅપ પણ કરવામાં આવશે.

દર્દીઓએ જુના રીપોર્ટ સાથે લઇને આવવાનું રહેશે. જ્યારે આ વિનામૂલ્યે નિદાન કેમ્પમાં લાભ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે. રજીસ્ટ્રેશન કરાવવા માટે આ મોબાઇલ નંબર ૮૭૫૮૯ ૬૬૫૮૯ ઉપર વોટ્‌સએપ અથવા કોલ કરીને નામ સાથે વિગત મોકલવી. જ્યારે પ્રથમ ૧૦૦ નંબર લેવામાં આવશે. આ નિદાન સારવાર કેમ્પમાં નામાંકિત તબીબ ડો. જીલ પટેલ, ડો. મેઘા કે.પટેલ, ડો. ઝરના બારોટ,  ડો. ભૂમિ પટેલ દ્વારા તપાસ કરવામાં આવશે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.