9 સપ્ટેમ્બર 2023 થી 13 સપ્ટેમ્બર 2023 સુધી પાંચ દિવસીય આંતરરાષ્ટ્રીય FDP નું આયોજન કરાયું
ગરવી તાકાત, વિસનગર તા. 09- શ્રીમતી એસ. બી. પટેલ ઇન્સ્ટિટયૂટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ(BBA) સાંકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા તારીખ 9 સપ્ટેમ્બર 2023 થી 13 સપ્ટેમ્બર 2023 સુધી પાંચ દિવસીય આંતરરાષ્ટ્રીય FDP નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના લગભગ 250 જેટલા અધ્યાપકોએ ભાગ લીધેલ છે. આ પાંચ દિવસ દરમિયાન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વક્તાઓ દ્વારા મેનેજમેન્ટ અને ઇન્ડસ્ટ્રીયલ 4.O ના જુદા જુદા વિષયો પર એક્સપર્ટ દ્વારા વ્યાખ્યાન આપવામાં આવશે,
ોજેનું સીધું પ્રસારણ YouTube ચેનલ તથા Zoom દ્વારા કરેલ છે. બીબીએ કોલેજ દ્વારા આ કાર્યક્રમ હાઇબ્રીડ મોડ પર રાખવામાં આવે છે. કાર્યક્રમના પ્રથમ દિવસે શ્રી. પ્રશાંત શર્મા (સીઈઓ કોડેર એઝ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ) ઇન્ડસ્ટ્રીયલ એક્સપર્ટ અને ડૉ. પ્રતીક કંચન (ડાયરેક્ટર બી. કે સ્કૂલ ઓફ પ્રોફેશનલ એન્ડ મેનેજમેન્ટ સ્ટડીઝ ગુજરાત યુનિવર્સિટી) પોતાની હાજરી આપી આ વિષય પર પોતાનું વ્યાખ્યાન આપ્યું હતું.
તદઉપરાંત સંસ્થા ના પ્રેસિડન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ તથા પ્રોવોસ્ટ ડૉ. પ્રફુલકુમાર ઉડાણી તથા સંસ્થાના ટેકનીકલ ડાયરેક્ટર ડૉ. એચ એન શાહ સર આ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને સંસ્થા આગળ પણ આવા કાર્યક્રમ સફળતાપૂર્વક આયોજન કરે તેની શુભકામનાઓ પાઠવી હતી. આ કાર્યક્રમનું માર્ગદર્શન ડીન ડૉ. જે. કે. શર્મા તથા પ્રિન્સિપાલ ડૉ. જયશ્રી દત્તા દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું.