પાલનપુરના કોઝી વિસ્તારમાં દૂધ ભરેલા ટેન્કરમાં આગ ભભૂકી ઉઠતા અફરા તફરી મચી જવા પામી હતી. ટેન્કરના આગળના ભાગમાં વાયરીંગમાં આગ ભભુકી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. જોકે ઘટનાસ્થળે બનાવને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને સ્થાનિક લોકોએ પાણીના કેરબા ભરી લાવી પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો આ બનાવમાં સદનસીબે મોટી જાનહાનિની ઘટના ટળી જવા પામી હતી.